નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભારતના સશસ્ત્ર દળોની ભરતી માટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અગ્નિપથની કાયદેસરતાને યથાવત રાખતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે. અગ્નિપથ યોજનાના અમલ પહેલા સુપ્રીમ કોર્ટ ભારતીય વાયુસેનામાં ભરતી સંબંધિત અરજી પર સુનાવણી કરવા માટે સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 17 એપ્રિલે સુનાવણી કરશે. જણાવી દઈએ કે અગ્નિપથ યોજના બાદ ભારતીય વાયુસેનામાં ભરતીની જૂની યોજના રદ કરવામાં આવી હતી. આનાથી ભરતીમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની નિમણૂક જોખમમાં મૂકાઈ છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરશે.
ADVERTISEMENT
દિલ્હી હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી સરકાર દ્વારા લેવામાં આવેલા નીતિગત નિર્ણયો મનસ્વી, ભેદભાવપૂર્ણ અથવા બંધારણ અને કાયદાની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન ન કરે ત્યાં સુધી કોર્ટ આવા નીતિગત નિર્ણયો પર સવાલ ઉઠાવશે નહીં’.
ગયા ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી હાઈકોર્ટે તેના એક ચુકાદામાં અગ્નિપથ યોજનાની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું. કોર્ટે કહ્યું કે ‘જે નીતિગત નિર્ણયો દેશના સ્વાસ્થ્ય અને સંરક્ષણ ક્ષેત્ર પર મોટી અસર કરે છે. તે નિર્ણયો માત્ર તે સંસ્થાઓ દ્વારા લેવા જોઈએ જે તેમના નિષ્ણાતો હોય. જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની ડિવિઝન બેન્ચે અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં અવલોકન કર્યું હતું કે ‘જ્યાં સુધી સરકાર દ્વારા લેવામાં આવેલા નીતિગત નિર્ણયો મનસ્વી, ભેદભાવપૂર્ણ અથવા બંધારણ અને કાયદાની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતા હોય તો’ તેથી, કોર્ટ આવા નીતિગત નિર્ણયો પર સવાલ ઉઠાવશે નહીં.
આ પણ વાંચો: તમામ શળાઓ-શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડ આપવાઃ SCનો આદેશ
જાણો શું છે અગ્નિપથ યોજના
અગ્નિપથ યોજના જૂન 2022માં શરૂ થઈ હતી. આ યોજના હેઠળ દર વર્ષે સાડા સત્તર વર્ષથી લઈને 21 વર્ષની વયના લગભગ 45-50 હજાર યુવાનોને સેનામાં ભરતી કરવામાં આવશે. આમાંથી મોટા ભાગના ચાર વર્ષની સેવા પછી સેવામાંથી બહાર થઈ જશે અને માત્ર 25 ટકાને બીજા 15 વર્ષ સુધી સેવા ચાલુ રાખવા માટે પસંદ કરવામાં આવશે. સરકારની અગ્નિપથ યોજનાનો પણ દેશભરમાં મોટા પાયે વિરોધ થયો હતો. જોકે, દિલ્હી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં અગ્નિપથ યોજનાને દેશના હિતમાં ગણાવી હતી અને કહ્યું હતું કે તેનાથી આપણા સુરક્ષા દળો વધુ સારા બનશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT