સુપ્રીમ કોર્ટથી યોગી સરકારને મોટો ઝટકો, કહ્યું- 'દુકાનો પર નામ-ઓળખ લગાવવાની જરૂર નથી'

કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં આજે (સોમવાર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે આ નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે,

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

Kanwar Yatra Nameplate Controversy

follow google news

Kanwar Yatra Nameplate Controversy : સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તરપ્રદેશની યોગી સરકારને મોટો ઝટકો આપ્યો છે. કાવડ યાત્રા માર્ગ પર આવતી દુકાનો પર દુકાનદારોના નામ લખવાની યોગી સરકારની સૂચનાના અમલ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ કોર્ટે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવી તેમના જવાબ માંગ્યા છે. આ મામલામાં આગામી સુનાવણી 26 જુલાઈએ થશે.

જેમાં કાવડ માર્ગ પરના દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 'દુકાનદારોએ પોતાનું નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી.'

કોર્ટે કહ્યું કે, દુકાનદારોએ માત્ર એ જણાવવું પડશે કે તેઓ કયા પ્રકારનું ખાદ્યપદાર્થ વેચી રહ્યા છે. ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે દુકાનદારોને પ્રકાશિત કરવાની જરૂર છે.

આ સંદર્ભમાં કોર્ટે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો અરજદારો અન્ય રાજ્યોને પણ સામેલ કરવા માગે છે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે.

સુનાવણી દરમિયાન શું દલીલો આપવામાં આવી?

એનજીઓ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સે ઉત્તરપ્રદેશ સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સોમવારે જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે આ અંગે સુનાવણી કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન એનજીઓ તરફથી હાજર રહેલા વકીલ સીયુ સિંહે કહ્યું કે યુપી સરકારના આ નિર્ણયનો કોઈ કાયદાકીય અધિકાર નથી. આવું પહેલા ક્યારેય બન્યું નથી. કોઈ પણ કાયદો પોલીસ કમિશનરને આવી સત્તા આપતો નથી. રસ્તાની બાજુમાં આવેલી ચાની દુકાન અથવા શેરી વિક્રેતા દ્વારા આવી નેમ પ્લેટ લગાવવાનો ઓર્ડર આપવાથી કોઈ ફાયદો થશે નહીં.

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ સ્યુડો ઓર્ડર છે. આ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર કઠોર છે, અને જ્યારે લોકો ખૂબ જ ચતુરાઈથી કામ કરે છે ત્યારે તે વધુ કઠોર બને છે.

યુપીના મુઝફ્ફરનગરમાં તેની શરૂઆત કરાઈ હતી

યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાંવડ યાત્રા પહેલા જરૂરી સૂચનાઓ આપી હતી. સરકારના જણાવ્યા મુજબ, રસ્તાની બાજુના સ્ટોલ સહિત દરેક ખાદ્યપદાર્થોના સ્ટોલના માલિકો માટે તેમના નામ સાથેનું બોર્ડ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ નિયમ મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો. ત્યાં સ્થાનિક પ્રશાસને કાંવડ યાત્રાળુઓના માર્ગ પર આવતી દુકાનો પર તેમના માલિકો અને સંચાલકોના નામ લખવાની સૂચના આપી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 19 જુલાઈએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સમગ્ર રાજ્યમાં કાંવડ તીર્થયાત્રીઓના માર્ગ પર આવતી દરેક દુકાનના માલિક અને સંચાલકના નામ લખવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ હલાલ ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો.

    follow whatsapp