Rahul Gandhi વિરુદ્ધ અરજી કરવી ભારે પડી, સુપ્રીમ કોર્ટે અરજદારને 1 લાખનો દંડ ફટકાર્યો

Rahul Gandhi: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભા સભ્યપદની પુનઃસ્થાપનાને પડકારતી PILને ફગાવી દીધી હતી અને અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો…

gujarattak
follow google news

Rahul Gandhi: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભા સભ્યપદની પુનઃસ્થાપનાને પડકારતી PILને ફગાવી દીધી હતી અને અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, અરજી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે કારણ કે અરજદારના કોઈ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.

રાહુલ ગાંધીના સાંસદ પદની પુનઃસ્થાપનાને પડકારતી અરજી

દેશની સર્વોચ્ચ અદાલત રાહુલ ગાંધીના લોકસભા સભ્યપદની પુનઃસ્થાપનાને પડકારતી વકીલ અશોક પાંડેની અરજી પર સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીને તેમના ‘મોદી’ ઉપનામ પરની ટિપ્પણી સંબંધિત કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવ્યા બાદ લોકસભામાં રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું હતું.

મોદી સરનેમ પર નિવેદન કરતા થયો હતો કેસ

કોંગ્રેસના નેતાને માર્ચ 2023 માં લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે?” આ નિવેદન વિરુદ્ધ 2019 માં ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ પર આરોપ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલે આ ટિપ્પણી 13 એપ્રિલ, 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન કરવામાં આવી હતી. જે બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને તેમને 2 વર્ષની સજા ફટકારી હતી. રાહુલને સજા સંભળાવ્યા બાદ તેમનું લોકસભા સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું.

    follow whatsapp