Bilkis Bano Case Updates: બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોએ આત્મસમપર્ણ કરે, સુપ્રીમ કોર્ટનો આદેશ

Bilkis Bano case: સુપ્રીમ કોર્ટે આજે બિલ્કીસ બાનો કેસના ગુનેગારોની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ બીવી નાગ રત્ન અને ઉજ્જલ ભુયાનની બનેલી કોર્ટે તમામ દોષિત…

gujarattak
follow google news

Bilkis Bano case: સુપ્રીમ કોર્ટે આજે બિલ્કીસ બાનો કેસના ગુનેગારોની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ બીવી નાગ રત્ન અને ઉજ્જલ ભુયાનની બનેલી કોર્ટે તમામ દોષિત અરજદારો માટે આત્મસમર્પણની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે આ અરજીઓમાં કોઈ યોગ્યતા નથી. એટલે કે હવે તમામ આરોપીઓને આઝાદીના 17 મહિના પછી ફરી જેલના સળિયા પાછળ જવું પડશે.

21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ

સર્વોચ્ચ અદાલતે બિલકિસ બાનોના 11 દોષિતો દ્વારા શરણાગતિ માટે વધુ સમય માંગતી અરજીને ફગાવી દીધી હતી અને તેના અગાઉના આદેશ મુજબ તમામ આરોપીઓને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.

આરોપીની અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સ્વાસ્થ્ય તેમજ તેના વૃદ્ધ માતા-પિતા સહિત ઘણી પારિવારિક જવાબદારીઓ રહેલી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર કહ્યું કે આ અરજીઓમાં કોઈ યોગ્યતા નથી.

શું હતો મામલો?

22 વર્ષ પહેલા, 2002માં ગુજરાત રમખાણો દરમિયાન, આ તમામ દોષિતો બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.
પરંતુ ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તેમની સજા માફ કરી દીધી હતી. આ 11 દોષિતોમાં બકાભાઈ વહોનિયા, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, ગોવિંદ જસવંત નાઈ, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરાડિયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ ચંદના અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.

    follow whatsapp