સની દેઓલ પાસે લોન ચુકવવાના પૈસા પણ નથી? બેંકે નોટિસ ફટકારી હવે બંગ્લાની હરાજી થશે

નવી દિલ્હી : Sunny Deol ને બેંક તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. ગદર-2 માટે હાલમાં ખુબ જ ચર્ચામાં રહેલા સની દેઓલ વધારે એક કેસના કારણે…

Sunny Deol doesn't even have money

Sunny Deol doesn't even have money

follow google news

નવી દિલ્હી : Sunny Deol ને બેંક તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. ગદર-2 માટે હાલમાં ખુબ જ ચર્ચામાં રહેલા સની દેઓલ વધારે એક કેસના કારણે સમાચારમાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસા બેંક ઓફ બરોડા દ્વારા લોકસભા સાંસદ અને અભિનેતા સની દેઓલને નોટિસ ફટકારવામાં આવી છે. સુત્રો અનુસાર આશરે 56 કરોડ રૂપિયાની બાકી રકમ અંગે અભિનેતાને નોટિસ ફટકારવામાં આવી છે.

સની દેઓલને બેંક દ્વારા નોટિસ ફટકારવામાં આવી

સની દેઓલને બેંક દ્વારા 56 કરોડ રૂપિયા અને વ્યાજની રિકવરી માટેની નોટિસ આપવામાં આવી છે. રકમ નહી ચુકવવાના કારણે જુહુમાં સની વિલાના વેચાણ માટે બેંક ઓફ બરોડા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 11 ઓગસ્ટે જ ગદરની એક વધારે સિકવન્સ રિલીઝ થઇ છે. કરોડો રૂપિયાની બાકી રકમ નહી ચુકવવાના કારણે બેંક દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

જુહુના સની વિલાની હરાજી થશે

રિપોર્ટ્સ અનુસાર સની દેઓલ બેંકની લોનો નહી ચુકવી શકવાના કારણે બેંક દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અભિનેતા લાંબા સમયથી પૈસા ચુકવી શક્યો નહોતો. જેની વસુલાત માટે બેંક દ્વારા હવે મુંબઇ ખાતેની સંપત્તિની હરાજી કરવા માટે જાહેરાત અપાઇ છે. અભિનેતાએ બેંકમાંથી મોટી લોન લીધેલી છે.

બેંકે સની દેઓલના બંગ્લાની હરાજીનો નિર્ણય લીધો

જેના પગલે પોતાની લેણી રકમની રિકવરી માટે હવે બેંકે સની દેઓલના બંગ્લાની હરાજીનો નિર્ણય લીધો છે. સની વિલાની 25 સપ્ટેમ્બરે હરાજી રાખવામાં આવી છે. બેંક દ્વારા આ હરાજી માટેની કિંમત 51.43 કરોડ રૂપિયા રિઝર્વ રાખવામાં આવી છે.

    follow whatsapp