સુરજને મળી આદિત્યની આંખો, ISRO ને મળી મોટી સફળતા, પાંચ મહિના બાદ L1 પોઇન્ટ પર પહોંચ્યું યાન

નવી દિલ્હી : ISRO એ સુરજનો અભ્યાસ કરનારા સોલર પ્રોબ Aditya ને L1 પોઇન્ટ પર સફળતાપુર્વક પહોચાડી દીધું છે. યાનને L1 પોઇન્ટની ચારેબાજુ રહેલા હેલો…

Aditya L1 Mission

Aditya L1 Mission

follow google news

નવી દિલ્હી : ISRO એ સુરજનો અભ્યાસ કરનારા સોલર પ્રોબ Aditya ને L1 પોઇન્ટ પર સફળતાપુર્વક પહોચાડી દીધું છે. યાનને L1 પોઇન્ટની ચારેબાજુ રહેલા હેલો ઓર્બિટમાં પ્રક્ષેપીત કરી દીધું છે. હવે ધરતીથી આશરે 15 લાખ કિલોમીટર દુરથી આદિત્ય સેટેલાઇટ સુરજનો અભ્યાસ આગામી પાંચ વર્ષ સુધી કરશે.

ISRO નવા વર્ષે રચ્યો ઇતિહાસ. ભારતનો Aditya સેટેલાઇટ L1 પોઇન્ટના હેલો ઓર્બિટમાં ઇસર્ટ કરી દેવાયું છે. હવે ભારતના પહેલા સોલર ઓબ્જર્વેટરીની ધરીથી અંતર 15 લાખ કિલોમીટર છે. 2 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ થયેલી આદિત્યની યાત્રા ખતમ થઇ ચુકી છે. 400 કરોડ રૂપિયાનું આ મિશન હવે ભારત સહિત સમગ્ર વિશ્વના સેટેલાઇટને સૌર તોફાનથી બચાવશે.

આદિત્યની યાત્રા 2 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ થઇ હતી. પાંચ મહિના બાદ 6 જાન્યુઆરી, 2024 ની સાંજે તે સેટેલાઇટ L1 પોઇન્ટ પર પહોંચી ગયું. આ પોઇન્ટની ચારે તરફ હાજર સોલર હેલો ઓર્બિટ (Solar Halo Orbit) માં તહેનાત થઇ ચુક્યું છે. હેલો ઓર્બિટમાં નાખવા માટે Aditya L1 સેટેલાઇટના થ્રસ્ટર્સને થોડા સમય માટે ઓન કરવામાં આવ્યું. તેમાં કુલ 12 થ્રસ્ટર્સ છે.

હવે આદિત્ય સુરજના અભ્યાસ કરી રહેલા NASA ના ચાર અન્ય સેટેલાઇટના સમુહમાં સમાવિષ્ટ થઇ ચુક્યું છે. આ સેટેલાઇટ છે WIND, Advanced Compostition Explorer (ACE), Deep Space Climate Observatory (DSCOVER) અને નાસા ESA નું જોઇન્ટ મિશન સોહો એટલે કે સેટેલાઇટ એન્ડ હેલિયોસ્ફેયરિક ઓબ્જર્વેટરી છે.

L-1 પોઇન્ટ પર નાખવું ખુબ જ રિસ્કી અને પડકારજનક
આદિત્ય L1 પોઇન્ટ પર પહોંચાડવું એક પડકારજનક કામ હતું. તેમાં ગતિ અને દિશાનો યોગ્ય તાલમેલ ખુબ જ જરૂરી હતું. તેના માટે ઇસરોને તે જાણવું જરૂરી હતું કે તેનું સ્પેસક્રાફ્ટ ક્યાં હતું, ક્યાં છે અને ક્યાં જશે. તેને તે પ્રકારે ટ્રેક કરવાના પ્રોસેસને ઓર્બિટ ડિટરમિનેસન કહે છે.

400 કરોડનો પ્રોજેક્ટ બચાવશે દેશના સેંકડો કરોડ રૂપિયા
આદિત્ય L1 મિશનની પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ મિશન માત્ર સુરજનો અભ્યાસ કરવામાં મદદરૂપ નહી થાય પરંતુ આશરે 400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સૌર તોફાનોની માહિતી પણ આપશે. જેના કારણે ભારતના સેંકડો કરોડ રૂપિયાના સેંકડો સેટેલાઇટને સુરક્ષીત કરી શકાશે. જે પણ દેશ આ પ્રકારની મદદ માંગશે તેમની પણ મદદ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દેશ માટે ખુબ જ જરૂરી છે.

આ સેટેલાઇટના સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) દ્વારા સુરજની પહેલીવાર ફુલ ડિસ્ક તસ્વીરો પણ લીધી હતી. આ તમામ તસ્વીરો 200 થી 400 નેનોમીટર વેવલેંથની હતી. એટલે કે તમને સુરજ 11 અલગ અલગ રંગોમાં દેખાશે. આ પેલોટને 20 નવેમ્બર 2023 ના રોજ ઓન કરવામાં આવ્યું. આ ટેલિસ્કોપે સુરજના ફોટોસ્ફેયર અને ક્રોમોસ્ફેયરની તસ્વીરો લીધી હતી.

ફોટોસ્ફેયર એટલે કે સુરજની સપાટી અને ક્રોમોસ્ફેર એટલે કે સુરજની સપાટી અને બહારી વાયુમંડળ કોરોના વચ્ચે હાજર પતલુ પડ. ક્રોમોસ્ફેયર સુર્યની સપાટીથી 2000 KM ઉપર સુધી હોય છે. તેની પહેલા સુરજની તસ્વીર 6 ડિસેમ્બર, 2023 ના રોજ લેવાઇ હતી. જો કે તે પહેલી લાઇટ સાયન્સ ઇમેજ હતી. જો કે આ વખતે ફુલ ડિસ્ક ઇમેજ લેવાઇ છે. એટલે કે સુરજનો જે હિસ્સો સંપુર્ણ રીતે સામાન્ય છે, તેની તસ્વીર આ તસ્વીરોની મદદથી વૈજ્ઞાનિક સુરજનો અભ્યાસ યોગ્ય રીતે કરી શકશે.

શું છે લેરેન્જ પોઇન્ટ

લેરેન્જ પોઇન્ટ (Lagrange Point) એટલે કે L આ નામ ગણિતજ્ઞ જોસેફી લુઇ લેરેંજના નામ પર આપવામાં આવ્યું છે. તેમણે જ આ લેરેંજ પોઇન્ટ્સનું સંશોધન કર્યું હતું. જ્યારે કોઇ બે ફરતા અંતરિક્ષીય વસ્તુઓ વચ્ચે ગ્રેવિટીનો એક એવો પોઇન્ટ આવે છે જ્યાં કોઇ પણ વસ્તુ કે સેટેલાઇટ બંન્ને ગ્રહો કે તારાના ગુરૂત્વાકર્ષણથી બચેલું રહે છે.

કઇ રીતે પુર્ણ થઇ આદિત્ય L1 યાત્રા

2 સપ્ટેમ્બર 2023 ના રોજ લોન્ચ બાદ આદિત્ય 16 દિવસ સુધી પૃથ્વીની ચારેતરફ ફરતું રહ્યું. આ દરમિયાન પાંચ વખત ઓર્બિટ બદલી ગયું. જેથી યોગ્ય ગતિ મળે. પછી આદિત્યને ટ્રાંસ લેરેજિયન 1 ઓર્બિટમાં મોકલાયું. અહાંથી શરૂ થયેલી 109 દિવસની લાંબી યાત્રા. આદિત્ય જેવું L1 પર પહોંચ્યું તેનું ઓર્બિટમાં મેન્યુવરિંગ કરાવાયું જેથી L1 પોઇન્ટની ચારેતરફ રહેલા હૈલો ઓર્બિટમાં ફરતું રહે.

શું કરશે આદિત્ય L1 સ્પેસક્રાફ્ટ

– સૌર તોફાનોને કારણે સૌર લહરો અને તેમની ધરતીના વાયુમંડળ પર શું અસર થાય છે.
– આદિત્ય સુરજના કોરોનાથી નિકળનારી ગરમી અને ગરમ હવાઓનો અભ્યાસ કરશે
– સૌર હવાઓના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે
– સૌર વાયુમંડળને સમજવાનો પ્રયાસ કરશે.

    follow whatsapp