Gogamedi Murder Case: સુખદેવસિંહ હત્યાકાંડમાં NIAની કાર્યવાહી, રાજસ્થાન-હરિયાણામાં અનેક ઠેકાણાઓ પર દરોડા

Sukhdev Singh Gogamedi Murder Case: શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગેંગસ્ટર રોહિત ગોદારાના શૂટરોએ 5 નવેમ્બર 2023ના રોજ જયપુરમાં ગોળીઓ મારીને હત્યા…

gujarattak
follow google news

Sukhdev Singh Gogamedi Murder Case: શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગેંગસ્ટર રોહિત ગોદારાના શૂટરોએ 5 નવેમ્બર 2023ના રોજ જયપુરમાં ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એક્ટિવ થઈ છે. NIAએ આજે ​​રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળો પર દરોડા પાડ્યા છે. કેસ હાથમાં આવ્યા બાદથી NIA અત્યાર સુધીમાં ઘણા લોકોની પૂછપરછ કરી ચૂકી છે. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આજે આ દરોડા પાડવામાં આવ્યા છે.

પૂછપરછમાં મળ્યા મહત્વના પૂરાવા

મળતી માહિતી અનુસાર, ગોગામેડીના શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડની પૂછપરછમાં પોલીસને ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. આવી સ્થિતિમાં રાજસ્થાન પોલીસે આ માહિતી NIA સાથે શેર કરી છે. તેના અનુસંધાનમાં આજે આ દરોડો પાડવામાં આવ્યો છે. લોરેન્સના સહયોગી ગોલ્ડી બરારને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કર્યા છે.

NIAની ટીમે પાડ્યા દરોડા

NIAની ટીમોએ ગોગામેડી હત્યાકાંડને લઈને મહેન્દ્રગઢના દૌંગડા જાટ, ઝગડોલી, ખુદાલા, કૈમલા અને પાથેડામાં દરોડા પાડ્યા હતા. સુખદેવ સિંહ ગોગામેડી કેસમાં મહેન્દ્રગઢના દૌંગડા જાટ ગામનો રહેવાસી નીતિન ફૌજી પણ સામેલ હતો. તેણે જ સુખદેવસિંહ ગોગામેડીને માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું.

    follow whatsapp