Sukhdev Singh Gogamedi Wife: સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં બે આરોપીઓ સહિત કુલ સાત લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ વચ્ચે હવે ગોગામેડીની કરોડોની સંપત્તિનો સવાલ ઉભો થયો છે. વાસ્તવમાં, એવા અહેવાલો છે કે તેમની ત્રણ પત્નીઓ હતી, જેમાંથી બે પત્નીઓની વચ્ચે આશરે 200 કરોડની મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે અત્યાર સુધી પ્રથમ પત્ની મીડિયા સામે આવી નથી.
ADVERTISEMENT
સુખદેવસિંહની ત્રણ પત્ની હોવાનો ખુલાસો
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુખદેવસિંહ ગોગામેડીની પત્ની સપના સોનીએ સુખદેવસિંહની ત્રણ પત્ની હોવાનો ખુલાસો કર્યો છે. પહેલી બે પત્નીઓના નામ શીલા શેખાવત અને શકુંતલા ચૌધરી જણાવવામાં આવી રહ્યું છે. શકુંતલા ચૌધરી તેમની પહેલી પત્ની હતી. રિપોર્ટ અનુસાર, સપના સોનીએ જણાવ્યું છે કે ગોગામેડીની ત્રણેય પત્નીઓ એક સાથે રહેતી હતી. ઘટનાના દિવસે સપના પોતે પણ એ જ ઘરમાં હાજર હતી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સપના સોની અને ગોગામેડીના લગ્ન થયા નહતા, પરંતુ તેઓ લિવ-ઈન રિલેશનમાં સાથે રહેતા હતા.
કરોડોની સંપત્તિ કોની?
આજતકના એક રિપોર્ટ અનુસાર, સુખદેવસિંહ ગોગામેડીની કરોડોની સંપત્તિ અને વિરાસતને લઈને બે પત્નીઓ શીલા અને સપના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જોકે, આ અંગે તેમના દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તો હજુ સુધી પહેલી પત્ની શકુંતલા ચૌધરીએ મીડિયા સાથે વાત કરી નથી. આ સિવાય હવે શીલા શેખાવત મીડિયાથી પણ દૂર જોવા મળી રહી છે.
અત્યાર સુધી શું થઈ કાર્યવાહી?
દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ચંદીગઢથી નીતિન ફૌજી અને રોહિત રાઠોડની ધરપકડ કરી છે. આ સિવાય મદદગાર રામવીર જાટ અને ઉધમ સિંહની પણ પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત રોની ઉર્ફે ભવાની સિંહ, સમીર ઉર્ફે સંદીપ અને રાહુલ કોથલ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. હાલ પૂછપરછનો દોર ચાલી રહ્યો છે.
ઘરમાં ઘુસીને હત્યાને આપ્યો હતો અંજામ
5 ડિસેમ્બરે જયપુર ખાતે ગોગામેડીની તેમના ઘરમાં ઘુસીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ફૌજી અને રાઠોડની સાથે રહેલા નવીન શેખાવતનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું.
ADVERTISEMENT