પેશાવર : પાકિસ્તાનના પેશાવર શહેરની પોલીસ લાઇનમાં આવેલી મસ્જિદમાં વિસ્ફોટમાં મરનારાઓની સંખ્યા 100 પર પહોંચી ચુકી છે. મંગળવારે રેસક્યુ ટીમને કાટમાળમાંથી લોકોના શબ સતત મળી રહ્યા છે. જેને જોતા મૃતકનો આંકડો હજી પણ વધી શકે તેવી શક્યત છે. એજન્સીઓને આશંકા છે કે, મૃતકોની સંખ્યા 100 કરતા પણ વધારે હોઇ શકે છે. પેશાવરના લેડી રીડિંગ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલોની હાલમાં પણ સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટમાં ઘાયલોની સંખ્યા 221 થઇ ચુકી છે. જે પૈકી અનેકની હાલત હજી પણ ગંભીર છે.
ADVERTISEMENT
સુરક્ષા એજન્સીને કપાયેલું માથુ મળી આવતા ચકચાર
બીજી તરફ સુરક્ષા એજન્સીઓને ઘટના સ્થળેથી વિસ્ફોટમાં ઉડેલું માથુ મળી આવ્યું છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે, આ માથુ ફિદાયીન હુમલાખોરનું છે. જે નમાજીઓની સાથે પહેલી જ લાઇનમાં ઉભેલો હતો. નમાજ દરમિયાન આ વ્યક્તિએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. વિસ્ફોટની તિવ્રતા એટલી ભયાનક હતી કે, મસ્જિદનો એક આખો હિસ્સો જ તુટી પડ્યો હતો.
ટીટીપીએ જવાબદારી સ્વિકાર્યા બાદ ફેરવી તોળ્યું
સોમવારે 1.40 વાગ્યે આ વિસ્ફોટના 24 કલાક કરતા પણ વધારે સમય વિતિ ચુક્યો છે. તપાસ એજન્સીઓને હજી પણ એક મહત્વનો સુરાગ શોધી રહી છે. કેપિટલ સિટીના પોલીસ અધિકારી પેશાવર મોહમ્મદ એજાજ ખાને જણાવ્યું કે, આ હુમલો એક આત્મઘાતી હુમલો છે. હુમલાખોરનું કપાયેલું માથું ઘટના સ્થળ પરથી મળી આવ્યું છે.
ADVERTISEMENT