Suchana Seth Case News: કર્ણાટકમાં ચાર વર્ષના બાળકની હત્યા કરનારી મા સુચના સેઠના હાથે ટીસ્યુ પેપર પર લખેલી એક નોટ મળી આવી છે. જેમાં તેણે પોતાની મન:સ્થિતિનું વર્ણન કર્યું છે.
ADVERTISEMENT
Suchana Seth Case Update: ગોવામાં 4 વર્ષના બાળકની કથિત હત્યા મામલે હવે નવી માહિતી સામે આવી રહી છે. આરોપી સુચના સેઠની બેગમાંથી એક નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે, તે પોતાના બાળકને ખુબ જ પ્રેમ કરે છે. આ નોટ ટિશ્યૂ પેપર પર આઇલાઇનર દ્વારા લખવામાં આવી છે. જે બેગમાં તેણે પોતાના બાળકનું શબ છુપાવ્યું હતું તે બેગમાં તેણે આ નોટ મુકેલી હતી પોલીસે આ નોટને જપ્ત કરી છે અને તેને મહત્વના પુરાવા તરીકે કોર્ટમાં રજુ કરવા માટેની તૈયારી ચાલી રહી છે.
પુત્રને તેના પિતા સાથે મળતા નહોતી જોઇ શકતી
પોલીસ અધિકારીઓના અનુસાર આ નોટ પુત્રની હત્યાના ઇરાદા તરફ ઇશારો કરે છે. આ નોટને તેણે ઉતાવળે આઇલાઇનર દ્વારા લખી છે. જેમાં સુચના સેઠે લખ્યું છે કે, કોર્ટ અને મારા પતિ બંન્ને મારા પુત્રની કસ્ટડી આપવા માટે દબાણ કરી રહ્યા છે. હું તેને વધારે સહન નથી કરી શકતી. મારા પૂર્વ પતિ હિંસક છે. તે મારા પુત્રને ખોટા અને ખરાબ સંસ્કાર શિખવે છે. હું ખુબ જ ગિલ્ટ અને નિરાશ છું. હું મારા પુત્રને ખુબ જ પ્રેમ કરુ છું પરંતુ તેને તેના પિતાને મળતા નથી જોઇ શકતી.
હજી પણ પુત્રની હત્યાની વાત નથી કબુલી
પોલીસના અનુસાર હાલ સુચના સેઠે કથિત રીતે નોટ લખી હોવાની વાત કબુલી લીધી છે, પરંતુ તે આ વાત પર નિશ્ચિત છે કે, તેણે પોતાના પુત્રની હત્યા નથી કરી. પોલીસના અનુસાર બેંગ્લુરૂ ખાતેના એક સ્ટાર્ટ અપ કંપનીની CEO અને ડેટા સાયન્ટિસ્ટ સૂચના સેઠે પોતાના પતિ વેંકટ રમનની સાથે તણાવપુર્ણ સંબંધોના કારણે કથિત રીતે પોતાના જ પુત્રની હત્યા કરવાની આશંકા વ્યક્ત કરી છે.
આ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવાનો પ્રયાસ કરી રહેલી પોલીસને શુક્રવારે ક્રાઇમ લોકેશન પર પણ લઇ ગઇ હતી. પોલીસ આ મામલે ક્રાઇમ સીનને રીક્રિએટ કરવાનો પ્રયાસ કર્યો. જે કટાર દ્વારા તેણે પોતે પણ આત્મહત્યાના ઇરાદે પોતાનુ કાંડુ કાપ્યું તે પણ જપ્ત કરી છે.
ADVERTISEMENT