Subrata Roy Passes Away: સહારા પ્રમુખ સુબ્રત રોયનું લાંબી બિમારી બાદ 75 વર્ષની વયે નિધન

Subrata Roy Passes Away : સહારાના વડા સુબ્રત રોયનું મંગળવારે (14 નવેમ્બર) 75 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. સુબ્રત રોયની અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી…

Subrto roy

Subrto roy

follow google news

Subrata Roy Passes Away : સહારાના વડા સુબ્રત રોયનું મંગળવારે (14 નવેમ્બર) 75 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. સુબ્રત રોયની અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, સહારા ગ્રુપના ચીફ સુબ્રત રોયનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે થયું છે.

કંપની દ્વારા અધિકારીક રીતે કરવામાં આવી જાહેરાત

કંપનીએ વધુમાં જણાવ્યું કે, 12 નવેમ્બરે તેમની તબિયત બગડતાં તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 નવેમ્બરે રાત્રે 10:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સહારા ગ્રુપના ચેરમેન રોયના પાર્થિવ દેહને બુધવારે (15 નવેમ્બર) લખનૌ, યુપી લાવવામાં આવશે.

सहारा श्री सुब्रत रॉय जी का निधन उत्तर प्रदेश और देश के लिए भावात्मक क्षति हैं क्योंकि वो एक अति सफल व्यवसायी के साथ-साथ एक ऐसे अति संवेदनशील विशाल हृदयवाले व्यक्ति भी थे जिन्होंने अनगिनत लोगों की सहायता की उनका सहारा बने।

भावभीनी श्रद्धांजलि! pic.twitter.com/Gdhmy5mDs8

— Akhilesh Yadav (@yadavakhilesh) November 14, 2023

કોણ છે સુબ્રત રોય?

સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયામાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ હોલી ચાઈલ્ડ સ્કૂલ, કોલકાતામાં થયું હતું. આ પછી તેણે યુપીના ગોરખપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. રોયે 1978માં સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી.

    follow whatsapp