ઝારખંડ: ઝારખંડના દુમકા જિલ્લામાં એક ગુરુ શિષ્યના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી રહી છે. જ્યાં એક ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તેના જ શિક્ષકને ઝાડ સાથે બાંધી દીધો. આટલું જ નહીં વિદ્યાર્થીઓએ ગણિતના શિક્ષકને ઝાડ સાથે બાંધીને માર પણ માર્યો. આ પાછળનું કારણ હતું તેમને ધોરણ-9ની પ્રેક્ટિકલ પરીક્ષામાં ઓછા માર્ક્સ મળ્યા હતા.
ADVERTISEMENT
પ્રેક્ટિકલમાં ઓછા માર્ક્સ મળતા શિક્ષકને માર્યો
વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં ઓછા માર્ક્સ આપવા પર વિદ્યાર્થીઓએ પોતાના જ ગણિતના શિક્ષક અને ક્લાર્કને એક વૃક્ષ સાથે બાંધી દીધા અને તેમની પીટાઈ પણ કરી. વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ મળવાના કારણે શિક્ષકો સાથે નિંદનીય કૃત્યને અંજામ આપ્યો.
મીટિંગ કરવાના બહાને શિક્ષકને ફોન કર્યો
બીજી તરફ શિક્ષક કુમાર સુમને જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ મીટિંગ કરવાના બહાને અમને ફોન કર્યો અને કહ્યું કે, તેમનું પરિણામ ખરાબ થઈ ગયું છે. આવું એટલા માટે થયું કારણ કે તેમના પ્રેક્ટિકલ માર્ક્સના પરિણામમાં સામેલ નહોતા. આ કામ મુખ્ય શિક્ષકે કરવાનું હતું. આથી અમે આ સંબંધમાં કોઈ પગલા નથી ઉઠાવી શકતા.
11 વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ મળ્યા હતા
ઘટના સંબંધે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, 32માંથી 11 જેટલા વિદ્યાર્થીઓને ગ્રેડ-DD આપવામાં આવ્યો હતો. જેને ઝારખંડના એકેડમિક કાઉન્સિલ મુજબ ધોરણ-9માં નાપાસ માનવામાં આવે છે.
સ્કૂલે કોઈ ફરિયાદ નથી નોંધાવી
ગોપીકંદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નિત્યાનંદ ભોકટાએ કહ્યું કે, ઘટના વિશે મેનેજમેન્ટ કોઈ ફરિયાદ કરવા ન ઈચ્છતું હોવાથી કોઈ FIR નોંધવામાં આવી નથી. ઘટનાની પુષ્ટિ કર્યા બાદ મેં સ્કૂલ ઓથોરિટીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધવા કહ્યું પરંતુ તેમણે વિદ્યાર્થીઓનું ભાવિ બરબાદ થઈ જશે તેમ કરીને ફરિયાદ કરવાનો ઈનકાર કરી દીધો.
સ્કૂલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
ગોપીકંદરના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનંત ઝા પણ સ્કૂલમાં તપાસ માટે ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, રેસિડેન્સિયલ સ્કૂલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ હતા અને તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ આ ઘટનામાં સામેલ હતા.
ADVERTISEMENT