ઇમ્ફાલ : મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે પ્રદેશના રાજ્યપાલે હિંસાગ્રસ્ત વિસ્તારમાં દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પહેલા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં આગામી પાંચ દિવસો માટે ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ઇન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે. મણિપુરમાં અસમ રાઇફલ્સની 34 અને સેનાની 9 કંપનીઓ તહેનાત છે.
ADVERTISEMENT
બીજી તરફ ગૃહમંત્રાલયે રેપિડ એક્શન ફોર્સની પણ પાંચ કંપનીઓને મણિપુર મોકલી દીધી છે. જો કે આમ છતા પણ મણિપુરમાં બબાલ યથાવત્ત છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી સાડા સાત હજાર લોકોને સુરક્ષીત સ્થળો પર લઇ જવાઇ ચુક્યા છે. સ્થિતિને જોતા આઠ જિલ્લાઓમાં ઇમ્ફાલ વેસ્ટ, કાકચિંગ, થૌબાલ, જિરિબામ, વિષ્ણુપુર, ચુરાચાંદપુર, કાંગપોકપી અને તેંગનોપાલમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે મોબાઇળ ઇન્ટરનેટને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે બ્રોડબેંચ સર્વિસ ચાલુ રહેશે.
કયા મુદ્દે ચાલી રહ્યો છે વિવાદ…
– આ સમગ્ર બબાલના મુળને કબ્જાની જંગ પણ માનવામાં આવી શકે છે. તેને એવી રીતે સમજો કે મૈતેઇ સમુદાયની વસતી 53 ટકા કરતા વધારે છે. પરંતુ તે માત્ર ખીણ વિસ્તારમાં જ વસી શકે છે.
– બીજી તરફ નાગા અને કુકી સમુદાયની વસતી 40 ટકાની આસપાસ છે અને તેઓ પહાડી વિસ્તારમાં વસે છે. જે રાજ્યનો 90 ટકા વિસ્તાર છે.
– મણિપુરમાં એક કાયદો છે જેના હેઠળ આદિવાસીઓ માલે કેટલાક ખાસ પ્રાવધાન છે. જેના અંતર્ગત પહાડી વિસ્તારમાં માત્ર અને માત્ર આદિવાસીઓ જ વસી શકે છે.
– જો કે મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતીનો દરજ્જો નથી મળ્યો એટલા માટે તેઓ પહાડી વિસ્તારમાં વસી શકે નહી. જ્યારે નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાય ઇચ્છે તો તેઓ ખીણના વિસ્તારમાં વસી શકે છે.
– મૈતેઇ અને નાગા-કુકી વચ્ચે વિવાદનું આ જ સાચુ કારણ છે. એટલા માટે મૈતેઇએ પણ પોતાને અનુસૂચિત જાતીનો દરજ્જો મળે તે માટે માંગ કરી છે.
હાલમાં થયેલી બબાલ કઇ રીતે શરૂ થઇ?
– હાલમાં મણિપુર હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એમ.વી મુરલીધરને એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં હાઇકોર્ટે રાજ્ય સરકારના મૈતેઇને પણ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા માટેની માંગ અંગે વિચારણા કરવા માટે જણાવવામાં આવ્યું હતું
– મૈતેઇ સમુદાયને એસટીના દરજ્જાની માંગ કરનારા સંગઠનનું કહેવું છે કે, આ માત્ર નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો મુદ્દો નથી પરંતુ પૈતૃક જમીન, સંસ્કૃતી અને ઓળખનો મુદ્દો છે. સંગઠનનું કહેવું છે કે, મૈતેઇ સમુદાયને મ્યામાર અને આસપાસ ના પાડોશી રાજ્યોથી આવનારા બિનકાયદેસર પ્રવાસીઓથી ખતરો છે.
– જેના વિરોધમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડેન્ટ્સ યુનિયન ઓફ મણિપુર (ATSUM) એ આદિવાસી એકતા માર્ચ કાઢી હતી. આ એકતા માર્ચ દરમિયાન હિંસા ભડકી ગઇ હતી.
ADVERTISEMENT