Rashmika Mandana: અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશનના DCP હેમંત તિવારીએ આ અંગેની માહિતી શેર કરી છે. થોડા મહિના પહેલા રશ્મિકા મંદાનાનો એક ફેક વીડિયો સામે આવ્યો હતો, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીએ ચિંતા વ્યક્ત કરી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી.
ADVERTISEMENT
મુખ્ય આરોપીની ધરપકડ
વીડિયો સામે આવ્યા બાદ રશ્મિકા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે ચિંતા વ્યક્ત કરતા અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. મામલાની તપાસ ચાલી રહી હતી. હવે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીથી ઝડપાયો મુખ્ય આરોપી
ગયા વર્ષે નવેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં બ્રિટિશ ઈન્ફ્લુએન્સર ઝરા પટેલ બ્લેક ડ્રેસમાં લિફ્ટમાં પ્રવેશતી જોવા મળે છે. આ વીડિયોમાં આરોપીએ રશ્મિકા મંદાનાના ચહેરાને ઝરા સાથે બદલી નાખ્યો હતો. આ વીડિયોમાં રશ્મિકાના ચહેરાને મુકવા માટે આરોપીઓએ AIની મદદ લીધી હતી. મામલો સામે આવ્યા બાદ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે મુખ્ય આરોપીની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.
ડીપફેક શું છે?
‘ડીપફેક’ એ એક ડિજિટલ પદ્ધતિ છે જેના દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને યુઝર્સ સરળતાથી કોઈ વ્યક્તિની છબીને અન્ય વ્યક્તિની છબી સાથે બદલી શકે છે. આપને જણાવી દઈએ કે, પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેડુંલકર પણ તાજેતરમાં ડીપફેકનો શિકાર બન્યા હતા.
ADVERTISEMENT