KCR Hospitalised: તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લપસીને પડી ગયા હતા, જેના કારણે તેમને પીઠમાં ગંભીર ઈજા થઈ છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમને સર્જરીની જરૂર પડી શકે છે. હાલ ડોક્ટરો તેમનું ચેકઅપ કરી રહ્યા છે અને પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચી ગયા છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિને હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
યશોદા હોસ્પિટલમાં સારવાર હેઠળ
હાલમાં KCRની સારવાર સોમાજીગુડાની યશોદા હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેમનું હાડકું તૂટી ગયું છે. તેમની હાલત અત્યારે સ્થિર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઐરાવેલી ખાતે આવેલા ફાર્મ હાઉસમાં બની હતી. 3 ડિસેમ્બર, રવિવારના રોજ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો જાહેર થયા ત્યારથી તેઓ અહીં રહેતા હતા.
લપસીને પડી ગયા કેસીઆર
તેમણે ભારત રાષ્ટ્ર સમિતિના જીતેલા ધારાસભ્યોની સાથે ફાર્મ હાઉસ પર જ મુલાકાત કરી હતી. આ સિવાય તેઓ ગુરુવારે ચિંતામદાકાની જનતાને પણ મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે કેસીઆરનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયો. ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં તેના પરિવારના સભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા છે.
તેલંગાણાની ચૂંટણીમાં હાર
2014માં તેલંગાણાની રચના બાદથી જ સરકાર ચલાવી રહેલી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (હવે BRS)ને 2023ની વિધાનસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો હતો. પાર્ટીને કોંગ્રેસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતના ચૂંટણી પંચ એટલે કે ECI દ્વારા બહાર પાડવામાં આવેલા પરિણામો અનુસાર, BRS 119માંથી માત્ર 39 બેઠકો જીતી શકી. જ્યારે કોંગ્રેસને 64 બેઠકો મળી હતી.
ADVERTISEMENT