PhonePe બાદ હવે Google Pay અને Paytmથી મોબાઈલ રિચાર્જ કરાવવા પર લાગશે ચાર્જ, જાણો કેટલો

ગૂગલ પે (Google Pay) અને પેટીએમ (Paytm) ભારતની મોટી પેમેન્ટ અપ્લિકેશન છે. GPay અને Paytm એપ્લિકેશન UPI લેવડ-દેવડ માટે જાણીતી છે. તે વીજળી, મોબાઈલ, ડીટીએચ,…

gujarattak
follow google news

ગૂગલ પે (Google Pay) અને પેટીએમ (Paytm) ભારતની મોટી પેમેન્ટ અપ્લિકેશન છે. GPay અને Paytm એપ્લિકેશન UPI લેવડ-દેવડ માટે જાણીતી છે. તે વીજળી, મોબાઈલ, ડીટીએચ, પાણી, ગેસ સિલિન્ડર વગેરેના બિલ પેમેન્ટ અને રિચાર્જને પણ સર્પોર્ટ કરે છે. પરંતુ હવે ગૂગલ પે (Google Pay) અને પેટીએમ (Paytm)એ યુઝર્સ પાસેથી મોબાઈલ રિચાર્જ પર એક નાની સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. મહત્વનું છે કે પહેલા આ સેવા કોઈપણ વધારાના ચાર્જ વિના સંપૂર્ણપણે મફત હતી.

પહેલા લેવામાં આવતો નહોતો વધારાનો ચાર્જ

પહેલા યુઝર્સે માત્ર ટેલિકોમ ઓપરેટર દ્વારા લેવામાં આવતી રકમ જ ચૂકવવી પડતી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ગૂગલ પે અને પેટીએમ હવે ભારતના અબજ-ડોલરના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાંથી આવક પેદા કરવાના માર્ગો શોધી રહ્યા છે.

 

મોબાઈલ રિચાર્જ પર વધારાનો ચાર્જ

Google Pay અને Paytmએ મોબાઈલ રિચાર્જ પર વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોએ આ વિશે માહિતી એક્સ (અગાઉ ટ્વિટર) પર પણ શેર કરી છે અને અમે પોતે પણ ચેક કર્યું તો અમને એવું જ જાણવા મળ્યું છે. જો તમે Google Pay અથવા Paytm એપથી 749 રૂપિયાનું જિયોનું રિચાર્જ કર્યા પછી આની કિંમત પર ધ્યાન આપશો તો તમને જાણવા મળશે કે Google Pay 3 રૂપિયાનો વધારાનો ચાર્જ લગાવી રહ્યું છે.

અન્ય લેવડદેવડ ફ્રી

તો Paytm 1.90 રૂપિયા ચાર્જ કરી રહ્યું છે. આ ચાર્જ UPI દ્વારા પેમેન્ટ કરવા પર લેવામાં આવી રહ્યો છે. હજુ સુધી Google Pay અને Paytm આ ચાર્જ માત્ર મોબાઇલ રિચાર્જ પર વસૂલ કરે છે અને અન્ય લેવડદેવડ જેમ કે વીજળી બિલ, ગેસ સિલિન્ડર ફ્રી રહેશે.

    follow whatsapp