આદિવાસીઓનાં ધર્માંતરણ મુદ્દે તોફાન, એસપીને પણ લોહીલુહાણ કરી દેવાયા

નારાયણપુર : છત્તીસગઢના નારયણપુરમાં ધર્માંતરણના મુદ્દે સર્વ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોક રસ્તા પર ઉતરીને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પ્રદર્શનકર્તાઓએ…

gujarattak
follow google news

નારાયણપુર : છત્તીસગઢના નારયણપુરમાં ધર્માંતરણના મુદ્દે સર્વ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોક રસ્તા પર ઉતરીને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પ્રદર્શનકર્તાઓએ સોમવારે ઘટના સ્થળ પર પહોંચેલા નારાયણપુરના એસપી સદાનંદ કુમાર પર હુમલો કરી દીધો. આ હુમલામાં તેમના માથા પર ગંભીર ઇજા પહોંચી હતી. હાલ તેમની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે.

સર્વઆદિવાસી સમાજ દ્વારા ધર્માંતરણ મુદ્દે હોબાળો
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષના એક દિવસ પહેલા સર્વ આદિવાસી સમાજને ધર્માંતરણના મુદ્દે માહિતી મળી હતી. જેના મુદ્દે સમાજના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આરોપ છે કે, આ દરમિયાન ધર્મ વિશેષના લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી. જેમાં અનેક લોકો ઘાયલ થઇ ગયા હતા.

નારયણપુરા જિલ્લાના અલગ અળગ ગામોમાં હોબાળો
આ મુદ્દે નારાયણપુર જિલ્લાના અલગ અળગ ગામોમાં હોબાળો થઇ રહ્યો છે. આદિવાસી સમાજના લોકોએ બજારમાં આ મુદ્દે રેલીનું આયોજન કર્યુંહતું. જેની માહિતી મળતા જ જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

નવા વર્ષના બરોબર એક દિવસ પહેલા જ ધર્માંતરણ કાર્યક્રમનું આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વર્ષના બરોબર એક દિવસ પહેલા એડકા પોલીસ સ્ટેશનના ગોર્રા ગામમાં ધર્માંતરણના મુદ્દે બે સમુદાયના લોકો સામ સામે આવી ગયા હતા. ત્યાર બાદ ભારે મારામારી થઇ હતી. મારપીટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મુદ્દે સર્વ આદિવાસી સમાજે સોમવારે નારાયણપુરા બંધનું આહ્વાન કર્યું હતું. મોટા પ્રમાણમાં લોકો તેમાં જોડાયા હતા.

આદિવાસી ક્રિશ્ચિયનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે
આ મુદ્દે ગત્ત ઘણા દિવસોથી નારાયણપુરા જિલ્લામાં આદિવાસી ક્રિશ્ચિયનો પ્રદર્શન કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કાર્યાલયની બહાર બેસીનેતેમની વિરુદ્ધ કથિત અત્યાચારોના વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શનકર્તાઓ સાથે મારપીટ કરનારા વિરુદ્ધ આકરો વિરોધ કરવાની માંગ કરી છે.

    follow whatsapp