જયપુર : રાજસ્થાનના ટોંક જિલ્લામાં બે સમુદાયોની વચ્ચે ભારે પથ્થરમારો થયો અને લાઠી ડંડાને કારણે તેમાં બે પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે. જેમણે સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા. મામલો ટોંક જિલ્લાના માલપુરા ગામનો છે. જ્યાં બે સમુદાયો વચ્ચે કોઇ મુદ્દે પહેલા બોલાચાલી થઇ હતી. પછી મામલો એકટલો વધી ગયો કે બંન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. એટલું જ નહી લોગો લાઠી અને ડંડા લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઘટના સ્થળ પર મોટા પ્રમાણમાં પોલીસ દળ પહોંચી ચુક્યું છે. ભારે જહેમત બાદ બંન્ને પક્ષોને શાંત કરાવવામાં આવ્યા.
ADVERTISEMENT
તણાવપુર્ણ સ્થિતીમાં બે કોન્સ્ટેબલ અને ચાર અન્ય લોકો ઘાયલ થયા
તણાવપુર્ણ સ્થિતિને શાંત કરવામાં બે કોન્સ્ટેબલ અને ચાર અન્ય લોકો પણ ઘાયલ થઇ ચુક્યા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તણાવપુર્ણ સ્થિતિને જોતા ઘટના સ્થળ પર ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અન્ય વધારાનું પોલીસ દળ પણ મોકલી દેવાયું છે. આ મામલે પોલીસ તપાસ પણ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અનેક લોકો પથ્થરમારો કરતા જોઇ શક્યા છે. બંન્ને તરફથી ભારે પથ્થરમારો થઇ રહેલો જોઇ શકાય છે. બીજી તરફ પોલીસ કર્મચારીઓ આ લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં લોકોના હાથોમાં લાઠી અને ડંડા પણ જોઇ શકાય છે. રસ્તા પર ચારેબાજુ પથ્થરમારો થઇ રહેલો જોઇ શકાય છે.
જિલ્લાતંત્ર દ્વારા બંન્ને સમુદાયોને શાંત રહેવા અપીલ
હાલ તો જિલ્લા તંત્ર દ્વારા પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામા આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. બંન્ને સમુદાયના અગ્રણીઓને પણ બોલાવવામાં આવ્યા અને બંન્ને સમુદાયો વચ્ચે ચર્ચા પણ કરવામાં આવી હતી. હાલ તો સમગ્ર મામલો થાળે પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. સ્થિતિ લગભગ થાળે પડી ચુકી હોવાનો દાવો પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT