VIDEO : 22 સેકન્ડમાં મોત... વીજ તારને અડી ગયો વાંસ, તડપી તડપીને દમ તોડ્યો

ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં ઈલેક્ટ્રીક શોક લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. યુવકનું મોત 22 સેકન્ડના વીડિયોમાં લાઈવ કેદ થયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Mahoba Electric current

વીજ કરંટ

follow google news

ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં ઈલેક્ટ્રીક શોક લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. યુવકનું મોત 22 સેકન્ડના વીડિયોમાં લાઈવ કેદ થયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.

હકીકતમાં મંદિર જવાની તૈયારી કરી રહેલા પરિવારનો ઉત્સાહ અને ખુશી ત્યારે માતમમાં ફેરવાઈ ગઈ જ્યારે 35 વર્ષીય દેવેન્દ્રનું વીજ કરંટથી મૃત્યુ થયું. તેના મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને બધા ચોંકી ગયા હતા કે કેવી રીતે બેદરકારીના કારણે યુવકે થોડી જ સેકન્ડમાં પોતાનો જીવ ગુમાવ્યો.

તમને જણાવી દઈએ કે મહોબાના ચાંદોન ગામનો રહેવાસી દેવેન્દ્ર શહેરના જસોદા નગર મોહલ્લામાં રહેતા તેના પિતરાઈ ભાઈ સુરેન્દ્ર સિંહને ત્યાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે દર વર્ષે અષાઢ મહિનામાં સુરેન્દ્ર સિંહ પરિવારના કલ્યાણ, સુખ અને સમૃદ્ધિ માટે મંદિરમાં પ્રાર્થના અને પ્રસાદ ચઢાવે છે. આ પરંપરા અંતર્ગત દરેક લોકો ઘરે મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં આ દુઃખદ અકસ્માત થયો.

પરિવારના સભ્યો જણાવે છે કે ઘરના દરેક લોકો મંદિરની પૂજાની તૈયારી કરી રહ્યા હતા. કોઈ પ્રસાદ બનાવી રહ્યું હતું તો કોઈ મંદિરમાં ફૂલ અને પાણી ચઢાવવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન દેવેન્દ્ર મંદિરમાં ધ્વજ લઈ જવા માટે વાંસની મોટી લાકડી સાથે ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશ્યા કે તરત જ લાકડી ઘરની ઉપરથી પસાર થતી 33 કેવી વીજ લાઇનને સ્પર્શી ગઈ અને તેને વીજ કરંટ લાગ્યો.

કોઈ કંઈ સમજે તે પહેલા જ દેવેન્દ્ર પોલ પરથી આવતા વીજ કરંટમાં ફસાઈ ગયો અને થોડી જ વારમાં તેનું મોત નીપજ્યું. વરસાદના કારણે વાંસની લાકડીઓમાં ભેજ હતો અને વીજલાઈનમાંથી કરંટ નીચે ગયો હતો. વીજળીના જોરદાર આંચકાને કારણે દેવેન્દ્રનું માથું લોખંડના ગેટ સાથે અથડાયું અને તે જમીન પર પટકાયો. નજીકમાં હાજર પરિવારના સભ્યોએ તેના હાથ, પગ અને છાતીમાં ઘસવાનું શરૂ કર્યું પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

પરિવારજનો દેવેન્દ્રને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ બનાવથી પરિવારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મંદિર જવાનો આનંદ ટૂંક સમયમાં જ માતમમાં ફેરવાઈ ગયો. મોતના આ દર્દનાક દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં કેદ થયું હતું. લોકોનું કહેવું છે કે જો યુવકે વાંસની લાકડી લઈને જતી વખતે સાવચેતી રાખી હોત તો કદાચ આ ઘટના ન બની હોત અને તેનો જીવ બચી ગયો હોત.

    follow whatsapp