નવી દિલ્હીઃ પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં સ્ટાફ ડ્રાઈવર માટેની 8 જગ્યાઓ ખાલી પડી છે. જેમાં અરજી કરવા માટે ઓફલાઈન અરજી કરવાની છે. આ અરજી કેવી રીતે કરવી કેટલું પગાર ધોરણ છે વગેરે સહિતની વિગતો આવો જાણીએ.
ADVERTISEMENT
31મે અરજી કરવાની છેલ્લી તારીખ
પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં 8 જગ્યા સ્ટાફ કાર ડ્રાઈવર માટેની ખાલી પડી છે. આ જગ્યાઓ પર ઓફલાઈન અરજી 31 મે 2023 સુધી કરી દેવાની છે. જેની જાહેરાત 8મી મેએ જ કરવામાં આવી છે. જોકે આમ છતા જો આપ ઓફિશ્યલ માહિતી મેળવવા માગો છો તો http://envfor.nic.in/ વેબસાઈટ પર મુલાકાત લઈ વધુ જાણકારી મેળવી શકો છો.
નાસિક-શિરડીથી પાછા સાણંદ આવતી બસ સાપુતારામાં મોડી રાત્રે બસ પલટી ખાઈ ગઈઃ 38 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત
શૈક્ષણીક લાયકાત
આ જગ્યાઓ પર અરજી કરનાર ઉમેદવારની પસંદગી નિયત તારીખે ડ્રાઈવિંગ ટેસ્ટ લીધા પછી કરવામાં આવી શકે છે. ભરતીમાં અરજી કરવા માટે 10મુ ધોરણ પાસ કરેલું હોવું ઉપરાંત ડ્રાઈવિંગનો 3થી 5 વર્ષ સુધીનો અનુભવ પણ દર્શાવવો જરૂરી છે.
કેવી રીતે કરવી અરજી
સર્વ પ્રથમ અરજ કરનાર ઉમેદવારે ઓફિશ્યલ વેબસાઈટ https://moef.gov.in/ ઓપન કરવું. જે પછી રિક્રુટમેન્ટના સેક્શનમાં જઈ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કરેલા ફોર્મની પ્રિન્ટ કઢાવી તેના પર માગવામાં આવેલી ડીટેઈલ્સ ભરીને જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. હવે આ સમગ્ર મટીરીયલ આપને પોસ્ટ કરવાનું છે. જેના માટેનું સરનામું છે. પૃથ્વી વિંગ, 1st ફ્લોર, ઇન્દિરા પર્યાવરણ ભવન, જોર બાઘ રોડ, અલીગંજ, નવી દિલ્લી – 110003.
ADVERTISEMENT