SSC recruitment 2024: સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની પરીક્ષા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતીઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (SSB)માં થશે. રસ ધરાવતા ઉમેદવારો SSAC ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in દ્વારા અરજી કરી શકે છે. અહીં 4000 થી વધુ જગ્યાઓ માટે ભરતી થવાની છે. ધ્યાનમાં રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ છે.
ADVERTISEMENT
ક્યારે યોજાશે પરીક્ષા?
સ્ટાફ સિલેકશન કમિશનની આ ભરતીઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28મી માર્ચ નક્કી કરવામાં આવી છે. આ સિવાય ફી ભરવાની છેલ્લી તારીખ 29મી માર્ચ છે. અરજીમાં સુધારા કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ છે. આ જગ્યાઓ માટેની પરીક્ષા 9,10, 13 મે 2024 ના રોજ યોજાશે.
આ પણ વાંચો:- ગૌણ સેવાની વર્ગ-3ની 5554 જગ્યાઓ માટે પહેલીવાર કોમ્પ્યુટરમાં પરીક્ષા, પ્રેક્ટિસ માટે શરૂ કરાઈ મોક ટેસ્ટ
આ ભરતી માટે કોણ અરજી કરી શકે છે?
આ ભરતી માટે માત્ર તેવા જ ઉમેદવારો અરજી કરી શકે કે જેઓએ માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હોય. ઉપરાંત ઉમેદવારની લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ. ઉંમર 1 ઓગસ્ટ, 2023 થી ગણવામાં આવશે. જે ઉમેદવારોનો જન્મ 2 ઓગસ્ટ, 1999 પહેલા અને 1 ઓગસ્ટ, 2004 પછી થયો ન હોય તેવા ઉમેદવારો જ અરજી કરી શકશે. આરક્ષિત વર્ગોને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
ADVERTISEMENT