Protest Against WFI President: દેશના સર્વોચ્ચ પહેલવાનોએ ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભુષણ શરણ સિંહ વિરુદ્ધ બુધવારે જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. પહેલવાનોએ તેમના પર મહિલા ખેલાડીઓના શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે પહેલવાન વિને ફોગાટનું કહેવું છે કે, જ્યાં સુધી અધ્યક્ષ નહી બદલવામાં આવે ત્યાં સુધી આ પ્રદર્શન અને ધરણા ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બૃજભુષણ સિંહ ભાજપના સાંસદ પણ છે.
ADVERTISEMENT
બૃજભુષણ સિંહે તમામ આરોપોને ફગાવ્યા
બીજી તરફ આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા બૃજભુષણ સિંહે કહ્યું કે, મારા પર લાગેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હું ગમે તે પ્રકારની તપાસ માટે તૈયાર છું. જો મારા પર લાગેલા આરોપો સાબિત થશે તો હું ફાંસી પર લટકી જવા માટે તૈયાર છું. મારી વિરુદ્ધ લાગેલો એક પણ આરોપ સાચો નથી.
મહિલા પહેલવાનોને અલગ અલગ લાલચ આપીને શોષણ કરાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલવાન અને ઓલમ્પિયન વિનેશ ફોગાટનું કહેવું છે કે, મહિલા પહેલવાનોને અનેક પ્રકારની સમસ્યા હોય છે. કુશ્તી સંઘના અધ્યક્ષે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન ખેલાડીઓ પર જબરજસ્તી પ્રતિબંધ લગાવે છે. જેના કારણે ખેલાડીઓ રમી નથી શકતા. કોઇ પણ ખેલાડીને કંઇક હોય છે તો તેના માટે જવાબદાર કુશ્તી સંઘના અધ્યક્ષ હશે. જંતરમંતર પર થયેલા આ વિરોધ પ્રદર્શનમાં ઓલમ્પિક રમતોમાં વિજેતા ખેલાડીઓ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આશરે 24 જેટલા પહેલવાનો ધરણા પર બેઠા છે.
કુશ્તીને રાજકારણના દલદલથી બચાવવા માટે ધરણા કરી રહ્યા છે
ઓલમ્પિયન પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે, તેઓ કુશ્તીને દલદલથી બચાવવા માંગે છે, ખેલાડીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, એક બે દિવસ પહેલા નિયમ બનાવવામાં આવે છે. જે ખેલાડીઓ પર થોપવામાં આવી રહ્યા છે. એસોસિએશનના અધ્યક્ષ જ કોચ અને રેફરીની ભુમિકા નિભાવે છે. ખરાબ વર્તન કરવામાં આવે છે. એટલું જ નહી પ્રાયોજક ટાટા મોટર્સ પાસેથી મદદ નથી મળતી, ખેલાડી અસહાય અનુભવી રહ્યા છે અને ફરિયાદ કરવાથી ઉલ્ટા ખેલાડીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે.
નેશનલ કેમ્પ ખેલાડીઓના શોષણનું ઘર બની રહ્યા છે
વિનેશ ફોગાટે કહ્યું કે, નેશનલ કેમ્પમાં ફેડરેશને કોચ મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરે છે. ફરિયાદ બાદ પણ કોઇ કાર્યવાહી નથી થતી. અધ્યક્ષ પણ અનેક મહિલા ખેલાડીઓનું શોષમ કરી ચુક્યા છે. લખનઉમાં કેમ્પ લગાવાય છે જેથી પોતાના ઘરણાં શારીરિક શોષણ કરી શકે, અમારા અંગત જીવનમાં દખલ કરે છે. ફોગાટે કહ્યું કે, ટોક્યો ઓલમ્પિક બાદ મે પીએમને ફરિયાદ કરી હતી અને તેમણે કહ્યું કે, કંઇ નહી થાય પરંતુ ત્યાર બાદ એસોસિએશન મને સસ્પેન્ડ કરવાના પ્રયાસો કર્યા હતા. મને જીવનું પણ જોખમ છે. ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમર પાસે કરોડોની સંપત્તી છે તેની તપાસ થાય. આટલી સંપત્તી તો ઓલમ્પિક પદક વિજેતા પાસે પણ નથી.
ADVERTISEMENT