અજીબ ઘટના : ફ્લાઇટમાં પેસેન્જર 1 કલાક 42 મિનિટ સુધી ટોયલેટમાં જ રહ્યો, કારણ જાણી હચમચી જશો

SpiceJet passenger gets stuck inside toilet: સ્પાઇસજેટ એરલાઇનની એક એવી ઘટના સામે આવી છે જે પ્રથમ વાર બની હશે. શું તમે કોઈ વાર વિચાર્યું છે…

gujarattak
follow google news

SpiceJet passenger gets stuck inside toilet: સ્પાઇસજેટ એરલાઇનની એક એવી ઘટના સામે આવી છે જે પ્રથમ વાર બની હશે. શું તમે કોઈ વાર વિચાર્યું છે કે ફ્લાઇટની ટિકિટ ખરીદી મુસાફરને સમગ્ર પ્રવાસ જ ટોઇલેટમાં બેસીને કરવો પડ્યો હોય. ચોક્કસથી આવો કિસ્સો તમે નહીં જ સાંભળ્યો હોય પરંતુ મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મુસાફર એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે તેમણે સંપૂર્ણ મુસાફરી ટોઇલેટમાં બેસીને જ કરવી પડી. શું છે સમગ્ર મામલો ચાલો જાણીએ.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર ઘટના મંગળવારે બની હતી, જ્યારે મુંબઈથી એક મુસાફર સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બેંગલુરુ જવા રવાના થયો હતો. આ દરમિયાન તે ફ્રેશ થવા ટોઇલેટમાં ગયો અને એક કલાકથી વધુ સમયની આખી મુસાફરી પૂરી થઈ ત્યાં સુધી તે ત્યાંથી બહાર આવી શક્યો નહીં. વાસ્તવમાં પ્લેનના વોશરૂમનો દરવાજો એટલો અટકી ગયો હતો કે તે ખોલી શકાયો ન હતો. દરવાજાના લોકમાં ખામી સર્જાતા તે ખુલ્લી શક્યો નહીં. તેમણે સમગ્ર ફ્લાઇટ દરમિયાન તમામ પ્રયાસો કર્યા છતાં દરવાજો ખોલી શક્યો નહીં. બેંગલુરુમાં ફ્લાઈટના લેન્ડિંગ બાદ એક એન્જિનિયરની મદદથી આ દરવાજો ખોલવામાં આવ્યો અને ફસાયેલા પેસેન્જરને બહાર કાઢવામાં આવ્યો.

એરલાઈને પેસેન્જરની માફી માંગી

એરલાઈને સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-268માં મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી છે. આ ઘટના બાદ એરલાઈને દાવો કર્યો છે કે આખી મુસાફરી દરમિયાન પેસેન્જરને મદદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લગભગ 100 મિનિટની મુસાફરી દરમિયાન જ્યારે ક્રૂ મેમ્બર્સને ખબર પડી કે પેસેન્જર ફસાઈ ગયો છે, તો તેઓએ દરવાજાની નીચેથી એક નોટ સરકાવી અને પેસેન્જરને સાંત્વના પણ આપી. આ ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે અમે દરવાજો ખોલવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ, તેમ છતાં અમે દરવાજો ખોલવામાં સક્ષમ નથી. ચિંતા કરશો નહીં, થોડીવારમાં પ્લેન લેન્ડ થશે એટલે તમને સલામત રીતે બહાર કાઢવામાં આવશે.

આ પ્રવાસ પ્રવાસી માટે યાદગાર બની ગયો

ફ્લાઈટના ક્રૂ મેમ્બર દ્વારા પેસેન્જરને સાંત્વના આપવામાં આવી રહી હોવા છતાં મુંબઈથી બેંગ્લોર જતો આ પેસેન્જર તેના માટે યાદગાર બની ગયો છે, કારણ કે તેણે પૈસા ખર્ચીને ટિકિટ ખરીદી હતી અને આરામદાયક મુસાફરીની અપેક્ષા રાખી હતી, પરંતુ તેણે કોમોડમાં આખી મુસાફરી કરવી પડી. જો કે, આ અસુવિધા માટે માફી માંગ્યા પછી, એરલાઇન્સે હવે પેસેન્જરને રિફંડ આપવાનું કહ્યું છે.

    follow whatsapp