બેંગ્લુરૂ : કન્નડ અભિનેતા વિજય રાઘવેન્દ્રના પત્ની સ્પંદનનાનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. સ્પંદના રાઘવેન્દ્રનું બેંગકોકની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. અહેવાલો અનુસાર વિજય રાઘવેન્દ્રના પત્ની સ્પંદના રાઘવેન્દ્ર પોતાના પરિવાર સાથે થાઇલેન્ડમાં વેકેશન મનાવી રહ્યા હતા. જ્યાં અચાનક સ્પંદનાની તબિયત લથડતા તેને સ્થાનિક હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી.
ADVERTISEMENT
વિજય રાઘવેન્દ્રની પત્ની બેંગકોકમાં હતી
વિજય રાઘવેન્દ્ર પોતાની પત્ની સ્પંદના સાથે બેંગકોકમાં હતા. તેઓ શોપિંગ કરીને હોટલ પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. 41 વર્ષીય સ્પંદનાને હાર્ટ એટેક કઇ રીતે આવ્યો તે અંગે પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે. જો કે પ્રાથમિક રીતે બ્લડ પ્રેશર ઘટી જતા હાર્ટ એટેક આવ્યો હોવાનું લાગી રહ્યું છે.
સ્પંદના રાઘવેન્દ્ર પોતાના પરિવાર સાથે વેકેશન પર હતી
વિજય રાઘવેન્દ્રની પત્નીના દેહને 8 ઓગસ્ટે બેંગ્લુરૂ ખાતે લાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના અંગે સાંભળીને સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદના પરિવાર સાથે બેંગકોકમાં વેકેશન ગાળી રહી હતી. ઉપરાંત તેમની 16 મી લગ્નતીથી પણ આવી રહી હોવાથી પરિવાર બેંકોક ગયો હતો. સ્પંદના અનેક ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. રવિચંદ્રનની ફિલ્મ અપૂર્વમાં ગેસ્ટ રોલમાં હતી. સ્પંદના અને વિજયે 2007માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે જેનું નામ શોર્ય છે.
રાઘવેન્દ્ર હાલ પોતાના ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો
વિજય રાઘવેન્દ્ર હાલ બેંગ્લુરુ છે જ્યાં તે પોતાની ફિલ્મ કડ્ડાના પ્રમોશન માટે ગયો હતો. હાલ તો ઘટના અંગે માહિતી મળતા રાઘવેન્દ્ર પણ બેંગકોક દોડી ગયો હતો. આવતી કાલે તે પત્નીના પાર્થિવ દેહ સાથે આવતી કાલે આવતી કાલે બેંગ્લુરૂ એરપોર્ટ પર આવી શકે છે.
ADVERTISEMENT