Mumbai Crime News: કળિયુગમાં સાસુ-જમાઈના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાણીતા બિલ્ડરે લગ્ન બાદ સાસુ પર જ દુષ્કર્મ આચર્યું હતું. જમાઈએ સાસુ પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ફોટો-વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરીને 1 વર્ષ સુધી હોટલ તથા રિસોર્ટમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. 30 વર્ષના બિલ્ડર જમાઈ સામે સાસુએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT
બિલ્ડર સાથે બે વર્ષ પહેલા દીકરીના લગ્ન થયા હતા
આ ચોંકાવનારી ઘટના મુંબઈમાં બની છે, જેમાં જમાઈના અત્યાચારથી કંટાળી સાસુએ અર્નાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 56 વર્ષિય મહિલા પોતાના પતિ અને પુત્ર સાથે રહે છે. બે વર્ષ પહેલા તેમની મોટી પુત્રીના લગ્ન મુંબઈના જ એક જાણીતા બિલ્ડર સાથે થયા હતા. ગત વર્ષે નવેમ્બરમાં મોડી રાત્રે જમાઈએ સાસુને ફોન કર્યો અને અર્જન્ટ કામ હોવાથી મળવા ઘરે આવવાનું કહ્યું. બાદમાં ત્યાં પહોંચીને જમાઈએ સાસુની એકલતાનો લાભ ઉઠાવ્યો અને ‘તમે ખૂબ ગમો છો’ કહીને ઈચ્છા વિરુદ્ધમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા.
ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
નરાધમ જમાઈએ આ દરમિયાન સાસુના ફોટો-વીડિયો ઉતારી લીધા અને બાદમાં આ જ ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને હોટલ અને રિસોર્ટમાં બોલાવીને સાસુ પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન દીકરાના ઘરે ડિલિવરી થઈ ત્યારે સાસુ ઘરે આવતા જમાઈ ત્યારે પણ વિવિધ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો. જોકે અત્યાચારથી કંટાળીને સાસુએ આખરે પોલીસમાં ફરિયાદ આપી હતી.
ADVERTISEMENT