ગીર-સોમનાથઃ દિવાળીનો તહેવાર છે અને હિન્દુ ધર્મ અનુસાર નવા વર્ષના આ નવા દિવસો દરમિયાન પોતાના કુળ દેવી કે દેવતાઓના દર્શન અને પૂજાથી નવા દિવસોની શરૂઆત કરવામાં આવતી હોય છે. દિવાળીનું આ ઉપરાંત વેકેશન પણ છે. સોમનાથ મહાદેવનું મંદિર દાયકાઓથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. મહામારીના સમય દરમિયાન અહીં પ્રવાસીઓને ન મળેલી છૂટ આ વર્ષે તેની અસર જોવા મળી છે. જેના પગલે મોટું માનવ મહેરામણ સોમનાથ દાદાના દર્શન કરવા આવી પહોંચ્યું છે.
ADVERTISEMENT
વિવિધ છૂટ અને વિવિધ ફરવા લાયક પ્લેસ ફુલ
હાલ કોરોનાના નામની કોઈ વધુ મોટી પાબંદીઓ નથી જે અગાઉ જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી સોશિયલ ડિસ્ટન્સ અને ટોળા એકત્ર ન થવા સહિત ઘણી મોટી પાબંદીઓ વચ્ચે આપણે રહ્યા, જીવ્યા અને આપણા તહેવારો પણ આપણે આવી રીતે જ ઉજવ્યા. જોકે છેલ્લા કેટલાક સમયથી કોરોનાની તિવ્રતા ઘટી છે, જોકે સાવ નાબુદ થયો નથી તેના વેરિએન્ટ સતત બદલાયા કરે છે. જોકે હવે સ્થિતિ એવી છે કે તેની તિવ્રતા ઘટતાની સાથે હવે આપણે આપણા તહેવારો પણ છૂટથી ઉજવતા થયા છે. આ ઉપરાંત હાલમાં ગુજરાતમાં ટ્રાફીકના નિયમોના પાલન માટે પણ વધારાની છૂટછાટ જાહેર કરાઈ છે. 27મી ઓક્ટોબર 2022 સુધી કોઈ દંડ પણ વસુલવામાં આવશે નહીં. વગેરે જેવા માહોલ વચ્ચે હવે આપણે દિવાળીના વેકેશનમાં ફરવા પણ નિકળ્યા છીએ. દ્વારકા, શામળાજી, રાજસ્થાન, દીવ, દમણ, મુંબઈ, ખંડાલા, પુના, ગોવા વગેરે જેવા પ્લેસ પર આપણે ફરવાના પ્લાનીંગ કર્યા છે અને આ પૈકીના મોટા ભાગના પ્લેસિસ પર હાલ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
કાર્તિક મહિનાના મેળાનો વીડિયો
હવે ગીર સોમનાથ બાજુ ફરવા આવતા લોકો અને નવા તહેવારે દેવ દર્શન કરવા માગતા લોકો મળીને મોટી સંખ્યામાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને આવ્યા છે. લોકો અહીં માને છે કે આમ પણ સોમનાથ દાદાના દર્શન કરવાથી ધન્યતા તો મળે જ છે પરંતુ અહીંના પ્લેસ પર એક શાંતિની અને આધ્યાત્મીકતાનો અનુભવ થાય છે. અહીં કાર્તિક મહિનાના મેળામાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. આવો તેનો પણ વીડિયો જોઈએ.
ભીડ સાથે એક જવાબદારી પણ
તંત્ર માટે આ ભીડને કાબુમાં રાખી એક સુયોગ્ય આયોજન કરવું પણ કઠણ કામ બની ગયું છે. જોકે મોટી સંખ્યાને પોલીસ, મંદિર ટ્રસ્ટ અને અહીંનું તંત્ર એવી રીતે આયોજીન બદ્ધ રીતે સાચવી લેતું હોય છે કે જેથી લોકો યોગ્ય રીતે દાદાના દર્શન અને સ્થળનો આનંદ મેળવી શકે.
ADVERTISEMENT