ઝેરી સાપ…વિદેશી છોકરીઓ સાથે પાર્ટી…શું થશે Bigg Boss OTT 2 વિનર એલ્વિશ યાદવની ધરપકડ? જાણો કોણે નોંધાવી ફરિયાદ

Elvish Yadav: બિગ બોસ ઓટીટી 2 વિજેતા અને ફેમસ યુટ્યૂબર એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડાના સેક્ટર 49માં કેસ નોંધવામાં આવ્યો છે. એલ્વિશ યાદવ પર ખતરનાક ઝેરી…

gujarattak
follow google news

Elvish Yadav: બિગ બોસ ઓટીટી 2 વિજેતા અને ફેમસ યુટ્યૂબર એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડાના સેક્ટર 49માં કેસ નોંધવામાં આવ્યો છે. એલ્વિશ યાદવ પર ખતરનાક ઝેરી સાપોની તસ્કરી કરવાનો અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટી યોજવાનો આરોપ લાગ્યો છે. હવે આ મામલે એલ્વિશ યાદવે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે તેને આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી.એલ્વિશ યાદવે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.

મેનકા ગાંધીએ કરી ધરપકડની માંગ

યુટ્યુબર એલ્વિશ યાદવ પર આરોપ લાગ્યો છે કે તેણે ઝેરી સાપોની તસ્કરી કરી છે. તે ખતરનાક સાપોના ઝેરનો ઉપયોગ કરે છે. પોલીસે આરોપીના કબજામાંથી 20 મિલી ઝેર અને નવ જીવતા સાપ કબજે કર્યા છે. રાજકારણી અને એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ મેનકા ગાંધીએ એલ્વિશ યાદવની ધરપકડની માંગ કરી છે.

5 ઓરોપીઓની ધરપકડ

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દિલ્હીના રાહુલ (32), તિતુનાથ (45), જયકરણ (50), નારાયણ (50) અને રવિનાથ (45) તરીકે થઈ છે. તેઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેઓ આ સાપ અને તેના ઝેરનો ઉપયોગ રેવ પાર્ટીઓમાં કરતા હતા.

આરોપી પાસે મળી આવ્યા ઝેરી સાપ

આરોપીઓ પાસેથી 5 કોબ્રા, 2 બે મોઢાવાળા સાપ (Red Sand Boa), એક અજગર અને 1 રેટ સ્નેક મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સાપના ઝેરનો ઉપયોગ પાર્ટીઓમાં કરવામાં આવતો હતો. આ મામલે ઈનચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર સંદીપ ચૌધરીનું કહેવું છે કે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશ યાદવ સહિત છ લોકોની નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે કેટલાક અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં એલ્વિશ યાદવની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ કલમો હેઠળ નોંધાયો કેસ

એલ્વિશ યાદવ સિવાય અન્ય આરોપીઓ સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો અને IPCની કલમ 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ કેસમાં જે કલમો લગાવવામાં આવી છે તે બિનજામીનપાત્ર છે. આ મામલે એલ્વિશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે.

કોણે નોંધાવી છે ફરિયાદ

એલ્વિશ યાદવ સહિત અન્ય આરોપીઓ પર સાંસદ મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલ્સમાં વેલફેર ઓફિસર તરીકે કાર્યરત ગૌરવ ગુપ્તા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે પોલીસને જણાવ્યું કે યુટ્યુબર એલ્વિશ યાદવ અન્ય સભ્યો સાથે મળીને સાપના ઝેર અને જીવતા સાપ સાથે વીડિયો શૂટ કરાવે છે અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરે છે. જેમાં વિદેશી યુવતીઓને બોલાવીને સાપનું ઝેર અને નશીલા પદાર્થોનું સેવન કરાવે છે.

કોણ છે એલ્વિશ યાદવ?

એલ્વિશ યાદવ એક સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે, જેનો જન્મ હરિયાણાના ગુરુગ્રામમાં થયો હતો. એલ્વિશ યાદવ એક YouTuber છે. તેની યુટ્યુબ ચેનલ એલ્વિશ યાદવના હાલમાં લગભગ 14.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તેની પાસે એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની બીજી YouTube ચેનલ છે, જેના લગભગ 7.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. એલ્વિશ યાદવ ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે, જેના પર તેના 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

 

    follow whatsapp