સ્મૃતિ ઈરાનીઃ મિસ ઈન્ડિયા બનતા બનતા જોડાઈ ગયા ભાજપમાં અને બની ગયા કેન્દ્રીય મંત્રી

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાની ભલે ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ હજુ પણ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ તેના સારા મિત્રો છે. સ્મૃતિ ઈરાની…

Smruti Irani Interview

Smruti Irani Interview

follow google news

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાની ભલે ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ હજુ પણ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ તેના સારા મિત્રો છે. સ્મૃતિ ઈરાની ઘણીવાર સેલેબ્સ સાથે જોવા મળે છે. તે ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો સાથે સમય વિતાવે છે અને તેમની મદદ પણ કરે છે. સ્મૃતિએ આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો હતો. સુશાંતનો ઉલ્લેખ કરતાં તેના આંસુ પણ છલકાઈ ગયા.સુશાંતને યાદ કરીને સ્મૃતિ રડી પડ્યા હતા.

આ ઉપરાંત સ્મૃતિ ઈરાની ઈન્ટરવ્યુમાં પોતાના જીવન સંઘર્ષ વિશે પણ વાત કરે છે. ઈન્ટરવ્યુમાં સ્મૃતિ કહે છે કે, જ્યારે તે મિસ ઈન્ડિયા માટે પસંદ થયા ત્યારે તેના ભાગ લેવા માટે એક લાખ રૂપિયાની જરૂર હતી. આ માટે અભિનેત્રીએ તેના પિતા પાસેથી લોન માંગી હતી. તેના પિતા તેને પૈસા આપવા સહમત થયા પરંતુ તેણે વ્યાજ પણ માંગ્યું.આ સાથે તેણે એક શરત પણ મૂકી કે જો તે આવું ન કરી શકે તો તેના લગ્ન તેની પસંદના છોકરા સાથે કરાવી દેશે.

મેકડોનાલ્ડમાં કર્યા છે કચરા-પોતા
સ્મૃતિ ઈરાનીએ ખૂબ મહેનત કરીને પિતાને 60 હજાર રૂપિયા આપ્યા પરંતુ તે આનાથી વધુ ન આપી શક્યા. આ પછી બાકીની રકમ ચૂકવવા માટે તેણે વિચિત્ર કામ કર્યું. તેણે મેકડોનાલ્ડ્સમાં 1500 રૂપિયા મહિને નોકરી કરી. તેણે કહ્યું- હું મેકડોનાલ્ડ ગઈ અને માત્ર બે સ્લોટ બાકી હતા. તેણે કહ્યું કે, થોડું હળવું કામ કરવું પડશે. મેં કચરા-પોતા અને વાસણ કર્યા. તેણે 1500 રૂપિયા આપ્યા. જ્યારે મેં મારા પ્રમોશન વિશે પૂછ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે પહેલા એક મહિના કામ કરો.

ટીવી માટે ઘણા ઓડિશન આપી ચૂક્યા છે
આ દરમિયાન સ્મૃતિ અઠવાડિયામાં 6 દિવસ કામ કરતી હતી અને બાકીના એક દિવસમાં તે ઓડિશન માટે પ્રયત્ન કરતી હતી. તેણે ઘણા ઓડિશન આપ્યા અને પછી તેને સ્ટાર પ્લસ પર ટીવી સીરિયલ તુલસીમાં કામ કરવાની તક મળી. અભિનેત્રીએ અભિનયની દુનિયામાં સારો એવો સમય વિતાવ્યા પછી, તે રાજકારણમાં જોડાઈ અને ભાજપ સાથે જોડાયેલા છે.

સુશાંતને યાદ કરતા રડી પડ્યા સ્મૃતિ
એક ઈન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીએ જણાવે છે કે, જ્યારે સુશાંતના મૃત્યુના સમાચાર સાંભળ્યા તો તે માની નહોતા શક્યા. તેમણે તુરંત જ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની જાણ થતાં અભિનેતા અમિત સાધને ફોન કર્યો હતો. તેને લાગ્યું કે અમિત કદાચ કોઈ ‘મૂર્ખતા’ ન કરે. સુશાંતને યાદ કરીને સ્મૃતિ ઈરાની ખુબ રડતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ પહેલા બોયફ્રેન્ડની કરી હત્યા, પછી જેલમાં એક રાત માટે કરી નવા પ્રેમીની માંગ

સુશાંતના મૃત્યુના સમાચાર ન સહન થયા
સ્મૃતિ ઈરાની કહે છે, ‘જે દિવસે સુશાંતનું અવસાન થયું તે દિવસે હું વીડિયો કોન્ફરન્સમાં હતી. કોન્ફ્રંસમાં અનેક લોકો હતા. પણ મારાથી આ બધું સહન ન થયું, તો મેં કહ્યું, આ બધું બંધ કરો. સ્મૃતિ કહી રહ્યાં છે કે, હું વિચારતી હતો કે તેણે મને ફોન કેમ ન કર્યો? તેણે મને તરત જ બોલાવવી જોઈતી હતી. મેં એ છોકરાને કહ્યું હતુ કે તું પોતાને ક્યારેય મારતો નહીં . અભિનેત્રી કહે છે કે, તે સુશાંતને ઓળખતી હતી કારણ કે તે મુંબઈમાં તેના શોના સેટની બાજુમાં આવેલા સેટમાં કામ કરતો હતો.જ્યારે સ્મૃતિ માહિતી અને પ્રસારણ મંત્રી હતા, ત્યારે તેમણે સુશાંતને શેખર કપૂર સાથે માસ્ટરક્લાસ માટે IFFIના મંચ પર આમંત્રિત કર્યા હતા. સુશાંતના મૃત્યુ બાદ સ્મૃતિએ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે તેના ટ્વીટમાં લખ્યું છે કે તે નથી જાણતા કે “અભિનેતાએ આ પગલું કેમ ભર્યું, પરંતુ તેને હંમેશા યાદ કરવામાં આવશે”.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp