Smriti Irani House: ઉત્તર પ્રદેશના અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નવું ઘર બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેના ગૃહ પ્રવેશની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્મૃતિ ઈરાનીએ 2021માં પોતાનું ઘર બનાવવા માટે આશરે 3 હેકર જમીન ખરીદી હતી. આ જમીન પર મકાન બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ સ્મૃતિ ઈરાની ત્યાં રહેવાનું શરૂ કરશે. જેને લઈને તેમના સમર્થકો અને ભાજપના સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
ADVERTISEMENT
થોડા દિવસોમાં થઈ શકે છે ગૃહપ્રવેશ
તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ જનતાને વચન આપ્યું હતું કે તેઓ જલ્દી જ જિલ્લામાં પોતાનું ઘર બનાવશે. આ અંગે તેણે ગૌરીગંજના મેદાન મવાઈમાં જમીન ખરીદી હતી. આ પછી તેમના પુત્ર દ્વારા ભૂમિપૂજન સાથે ઘર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જ્યાં હવે ઘર લગભગ તૈયાર છે અને તેનો ગૃહ પ્રવેશ કરી શકે છે.
અહી કરશે જનતા દરબારનું આયોજન
કહેવામાં આવી રહ્યું છે કે સ્મૃતિ ઈરાની આગામી લોકસભા ચૂંટણી અમેઠીથી તેમના નવા ઘરેથી લડશે. ચૂંટણીની રણનીતિ પણ અહીંથી નક્કી કરવામાં આવશે. ચૂંટણી લડવાની સાથે તે અહીં જનતા દરબારનું આયોજન કરીને લોકોની સમસ્યાઓ પણ સાંભળશે.
ઘરના નિર્માણથી લોકોની સરળતા વધશે
નવા આવાસ અંગે અમેઠીના બીજેપી નેતા અતુલ વિક્રમ સિંહે કહ્યું કે, સાંસદનું ઘર બનાવવામાં આવ્યું છે. ઘરના નિર્માણથી લોકો માટે તેને મળવું સરળ બનશે. દિલ્હી જવું પડશે નહીં. કેન્દ્રીય મંત્રીએ જનતાને આપેલું વચન પાળ્યું છે. પહેલા લોકોને સાંસદને મળવા માટે દિલ્હી જવું પડતું હતું.
ADVERTISEMENT