Raksha Bandhan 2024: સોમવારે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આમ તો દેશમાં ભાઈ-બહેનના પ્રેમના અસંખ્ય ઉદાહરણો જોવા મળી જશે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણથી લઈને સિકંદરની પત્ની દ્વારા પોરસને મોકલવામાં આવેલી રાખડી પણ સામેલ છે. આ રીતે ફરીદાબાદમાં ભાઈ-બહેનના પ્રેમનું એક તાજું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં બહેને રક્ષાબંધનના બે દિવસ પહેલા પોતાના ભાઈને કિડની આપીને ભાઈનો જીવ બચાવ્યો છે.
ADVERTISEMENT
જાન્યુઆરી 2023માં શરૂ થઈ પરેશાની
મળતી માહિતી મુજબ, ફરીદાબાદના રહેવાસી રોપાબેને તેમના ભાઈ લલિત કુમારને કિડની આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લલિત કુમારને જાન્યુઆરી 2023માં પરેશાની શરૂ થઈ હતી. જે બાદ તેમણે ચેકએપ કરાવ્યું તો જાણવા મળ્યું કે તેમનું ક્રિએટિનિન 12થી વધારે હતું. જે બાદ તેમનું ડાયાલિસિસ શરૂ થયું. લલિત કુમારના કહેવા પ્રમાણે, તેમની બહેન પણ ફરીદાબાદમાં રહે છે. જ્યારે તેમને ખબર પડી તો તેમણે આવીને કહ્યું 'ભાઈ, હું કિડની આપવા માટે તૈયાર છું.'
કિડની લેવા તૈયાર નહોતા ભાઈ
કિડની આપવાને લઈને લિલિત કુમારના બહેન રોપાબેન સાથે જ્યારે વાત કરવામાં આવી તો તેઓ ખૂબ જ ખુશ જોવા મળ્યા. તેમના માટે ખુશીની વાત એ હતી કે તેમણે તેમના નાના ભાઈનો જીવ બચાવ્યો છે. રોપાબેને જણાવ્યું કે તેમણે જ તેમના ભાઈને પોતાની કિડલી લેવા માટે તૈયાર કર્યા. કારણ કે ભાઈ માનવા તૈયાર જ નહોતા, તેઓ નહોતા ઈચ્છતા કે બહેનના જીવનમાં કોઈ મુશ્કેલી આવે.
ભાઈને કિડની આપીને ખુશ છે બહેન
જ્યારે રોપાબેનને પૂછવામાં આવ્યું કે શું તેમના પરિવારમાં કોઈએ આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો? તો તેમણે કહ્યું કે મારા પતિનું અવસાન થઈ ચૂક્યું છે. મારે બે બાળકો છે, પણ મને આ કામ કરતાં કોઈએ રોક્યા નથી. તેમણે કહ્યું કે રક્ષાબંધન પહેલા તેઓ પોતાના ભાઈનો જીવ બચાવીને ખુશ છે.
ADVERTISEMENT