‘Sidhu Moose Wala’ ની સાથે માતાની પહેલી તસવીર, દીકરાને ખોળામાં લઈને પિતા થયા ભાવુક

Sidhu Moose Wala Mother First Photo With Baby Boy: પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moose Wala)ના પરિવારમાં નાના બાળકની કિલકારી ગુંજી રહી છે.

Sidhu Moose Wala Mother First Photo With Baby Boy

દીકરાને ખોળામાં લઈને ભાવુક થયા પિતા

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સિંગર સિદ્ધુ મૂસેવાલાની માતાએ આપ્યો દીકરાને જન્મ

point

બલકૌર સિંહ સુદ્ધુએ એક પોસ્ટ દ્વારા આપી ખુશખબરી

point

સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે ફેન્સ

Sidhu Moose Wala Mother First Photo With Baby Boy: પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moose Wala)ના પરિવારમાં નાના બાળકની કિલકારી ગુંજી રહી છે. સિંગરની 58 વર્ષીય માતા ચરણકૌરે દીકરાને જન્મ આપ્યો છે. આ ખુશખબરીને પિતા બલકૌર સિંહ સુદ્ધુએ એક પોસ્ટ દ્વારા સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે બાદથી જ ફેન્સ તરફથી સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવવામાં આવી રહ્યું છે. દરમિયાન સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌરની તેમના પુત્ર સાથેની પ્રથમ તસવીર પણ સામે આવી છે.

બે વર્ષ બાદ ઘરમાં ખુશીનો માહોલ

તમને જણાવી દઈએ કે, સિંગર સિદ્ધુ મુસેવાલાના નિધનને બે વર્ષ થઈ ચૂક્યા છે. હવે તેમના પરિવારમાં ફરીથી ખુશીઓ પરત આવી છે. સિંગરના પિતા બલકૌર સિંહ સિદ્ધુએ થોડા સમય પહેલા તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલનો એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં માતા ચરણકૌર અને પિતા બલકૌર સિંહ ડોક્ટરોની ટીમ સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પિતા થયા ભાવુક 

વીડિયોમાં સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌર ન્યૂ બોર્ન બેબીને પ્રેમથી જોઈ કહ્યા છે. તેમના ચહેરા પર ખુશીના આંસુ અને મમતા સ્પષ્ટ  દેખાય છે. બલકૌર સિંહ સિદ્ધુ પોતાના પુત્રને ખોળામાં લઈને ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ડોક્ટરોની ટીમ પણ છે. 

સિંગરના પિતાએ શેર કરી હતી પોસ્ટ 

આ પહેલા સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ સિદ્ધુએ તેમના પુત્રના જન્મના સમાચાર આપતા એક ખાસ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે દીકરા સાથે એક ફોટો પણ શેર કર્યો હતો. 

IVF ટેકનિકથી આપ્યો છે જન્મ 

નોંધનીય છે કે, આ પહેલા સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌરને લઈને સમાચાર આવ્યા હતા કે તેઓ જુડવા બાળકોને જન્મ આપવા જઈ રહ્યા છે. જોકે, તેમના પતિ બલકૌર સિંહ સિદ્ધુએ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ અફવાઓ પર ધ્યાન ન આપો. અમને જે પણ સમાચાર મળશે, અમે તમારી સાથે શેર કરીશું. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલાની માતાએ IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો છે.


 

    follow whatsapp