IND vs NZ 1st ODI match Live Score : ભારતીય ટીમે પોતાના જ ઘરમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે. તેની પહેલી મેચ હૈદરાબાદમાં થઇ રહ્યું છે જ્યાં શુભમન ગિલે ધમાલ મચાવી દીધી છે. ગિલે બેવડી સદી ફટકારી દીધી છે.
ADVERTISEMENT
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ગત્ત 10 માંથી માત્ર એક જ વનડે મેચ જીતી છે. આ દરમિયાન ભારતીય ટીમે 6 મેચમાં પરાજિત થઇ હતી. જ્યારે ત્રણ મેચ પરિણામ વિહિન રહી હતી. એવામાં ભારતીય ટીમે આ વખતે આ હૈદરાબાદ વન ડે મેચ જીતીને હારનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે.
જો કે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે કે, સીરીઝ શરૂ થતાની પહેલાના એક દિવસ બાદ પહેલા સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત હોવાના કારણે સીરીઝની બહાર થઇ ચુક્યો છે. તેની જગ્યાએ રજત પાટીદારને સ્કવોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે સીરિઝમાં પણ આરામ લીધો છે.
ADVERTISEMENT