અમદાવાદ: ભારતીય ટીમના યુવા ઓપનર શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 મેચામાં વિસ્ફોટક ઈનિંગ્સ રમીને ઘણા બધા રેકોર્ડ બનાવી દીધા. ગિલે પોતાની બેટિંગથી ક્રિકેટના દિગ્ગજો ઉપરાંત ફેન્સને પણ પોતાના કાયલ બનાવી દીધા. આ મેચ પહેલા ગિલે પોતાના ટી-20 ઈન્ટરનેશનલમાં ક્યારેય 50 રન પણ નહોતા બનાવ્યા. જોકે મોદી સ્ટેડિયમમાં ગિલે એવી તોફાની ઈનિંગ્સ રમી જેને ન્યૂઝીલેન્ડની ટીમ ક્યારેય નહીં ભૂલી શકે. ન્યૂઝીલેન્ડ સામે ગિલે 63 બોલમાં 126 રન બનાવીને વિસ્ફોટક ઈનિંગ્સ રમી. ગિલે 35 બોલમાં ફિફ્ટી ફટકારી, બાદમાં 19 બોલમાં સદી પૂરી કરી નાખી.
ADVERTISEMENT
ગિલે 200ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
પોતાની આ ઈનિંગ્સમાં શુભમન ગિલે 7 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 200ની હતી. ગિલે ટેસ્ટમાં એક અને વન-ડેમાં ચાર સદી ફટકારી છે. તેણે હવે ટી-20માં પણ સદી મારી દીધી છે.આ સાથે ગિલ ટી-20 ઈન્ટરનેશનલમાં 126 રનોનો સૌથી મોટો સ્કોર બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત તમામ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતના માત્ર 7 બેટ્સમેનો જ અત્યાર સુધી સદી ફટકારી શક્યા છે. જેમાં શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા ઉપરાંત સુરેશ રૈના, સૂર્યકુમાર યાદવ, કે.એલ રાહુલ અને દીપક હુડ્ડાનું નામ સામેલ છે.
આ ખેલાડીઓએ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી
ભારત સહિત દુનિયાભરમાં કુલ 20 ખેલાડીઓ જ એવા છે, તેમણે ટેસ્ટ, વનડે અને ટી-20માં સદી ફટકારી છે. શુભમન ગિલ આ લિસ્ટમાં 20મો ખેલાડી છે. જ્યારે આ લિસ્ટમાં ભારતના સુરેશ રૈના, વિરાટ કોહલી, કે.એલ રાહુલ અને રોહિત શર્માનું નામ છે.
ADVERTISEMENT