India Covid Situation: કોરોનાના ઝડપથી વધી રહેલા સંક્રમણ બાદ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે. સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે. 24 કલાકમાં (21 ડિસેમ્બર સુધી) દેશભરમાં 358 કેસ નોંધાયા છે, જેમાંથી 300 લોકો એકલા કેરળમાં સંક્રમિત જોવા મળ્યા છે.
ADVERTISEMENT
કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પણ ચિંતા વધવા લાગી છે, કારણ કે કર્ણાટકમાં પણ તાજેતરમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં ભાજપના એક કાઉન્સિલરને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. નેપાળથી પરત ફરેલી વ્યક્તિ નોઈડામાં પોઝિટિવ મળી આવી છે. આ પછી, દેશભરમાં આ સવાલ ઉઠી રહ્યા છે કે શું ફરીથી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? આ વિશે નિષ્ણાતોનો અભિપ્રાય શું છે? ચાલો તમને જણાવીએ.
7 મહિના પછી ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા
દેશમાં કોરોનાને કારણે છ લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડના 2,669 સક્રિય કેસ છે. બુધવારે નોંધાયેલા 614 દૈનિક કેસ મે પછીના સૌથી વધુ છે, જેના કારણે ખતરો નોંધપાત્ર રીતે વધી ગયો છે. કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1ને કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે.
કોરોનાનું નવું સબ-વેરિયન્ટ ખતરનાક નથી
વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને JN.1 તરીકે વર્ગીકૃત કર્યું છે. હાલમાં ઉપલબ્ધ પુરાવા દર્શાવે છે કે કોઈ મોટું જોખમ નથી. WHOએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “નોર્થમાં શિયાળાની શરૂઆત સાથે, JN.1 ઘણા દેશોમાં શ્વસન સંક્રમણમાં વધારો થઈ શકે છે.”
WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, જે લોકો ગંભીર રીતે બીમાર છે અથવા લાંબા સમયથી સમસ્યાઓથી પીડાય છે, આવા લોકોને વધુ જોખમ હોય છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને માનસિક સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે, નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવો પ્રકાર વધુ ચેપી છે, તે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ નથી.
આ લોકોએ માસ્ક પહેરવું વધું સારું રહેશે
હકીકતમાં, ભારતમાં કોરોના રસીકરણ પછી, લોકોને નવા વાયરસથી ઓછું જોખમ છે. ડૉ. સ્વામીનાથને એમ પણ કહ્યું કે, 2020માં કોરોનાની પ્રથમ લહેર અને 2021માં ઘાતક ડેલ્ટા વેવથી ભારતની આરોગ્ય પ્રણાલીમાં નોંધપાત્ર સુધારો થયો છે. દેશ કોરોનાના વધતા જતા કેસોને કાબૂમાં લેવા માટે તૈયાર છે. ડો.સ્વામીનાથને લોકોને કોરોના અંગે સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ (કોમોર્બિડિટીઝ) ધરાવતા લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
ADVERTISEMENT