નવી દિલ્હી : એક છ મહિનાની બાળકીને ઉંદરડાઓએ ખાઇ લીધી હતી. તેના માતા-પિતા ઉંઘી રહ્યા હતા. બાળકના શરીર પર 50 કરતા વધારે ઉંદરે પાડેલા નિશાન મળ્યા છે. મામલો અમેરિકાના ઇન્ડિયાનાનો છે. પોલીસને નવજાતના પિતાને ફોન કરીને આ મામલે માહિતી આફી. તેમને જણાવવામાં આવ્યું કે, 6 મહિનાના બાળકના શરીર પર ઇજાના ગંભીર નિશાન છે. યુએસએ ટુડેના રિપોર્ટ અનુસાર ઘટના ગત્ત અઠવાડીયે થઇ છે.
ADVERTISEMENT
આ મામલે પોલીસે બાળકના માતા-પિતાની ધરપકડ કરી
આ મામલે કાર્યવાહી કરતા પોલીસે બાળકના પિતા ડેવિડ અને માં એજિલ સ્કોનાબોમથી ધરપકડ કરી લીધી છે. સાથે જ રહેનારી તેની આંટીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેના પર બેદરકારી સહિત અનેક કલમો લગાવીને કેસ દાખલ કર્યો છે. આ કપલના ત્રણ બાળકો છે. આ ઘરમાં એક અન્ય પરિવાર સાથે રહે છે. તેઓ એક બીજા પરિવારમાં કપલ ઉપરાંત તેમનાં બે બાળકો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો 6 માસની બાળકીનો લોહીથી લથબથ દેહ મળ્યો. તેના માથા અને ચહેરા પર ઉંદરના ઇજાના 50 કરતા વધારે ઇજાઓ પહોંચી હતી.
બાળકીની તબીયત હાલ સ્થિર છે
પોલીસ ડિટેક્ટિવ જોનાથ હેલ્મે ધરપકડ વોરંટમાં લખ્યું છે કે, બાળકના ડાબા હાથની ચાર આંગળીઓ અને અંગુઠો ગાયબ હતો. તેની આંગળી અને હાડકા પર જોવા મળતી હતી. બાળકને હવે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, તે તેના શરીરનું તાપમાન ઘણુ નીચુ થઇ ગયું હતું. તેને લોહી ચડાવવું પડ્યું હતું. બાળક હાલ જીવીત છે.
બાળકના ઘરમાં પહેલાથી જ કચરો અને ઉંદર મોટા પ્રમાણમાં હતા
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર બાળકના ઘરે કચરા અને ઉંદરના મળથી ભરેલું હતું. તેના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેને ઉંદરના કારણે માર્ચ મહિનાથી જ સમસ્યા થઇ રહી હતી. તેના માટે ઉપાય પણ કરવામાં આવ્યા જો કે પોલીસ અધિકારીઓને માહિતી મળી કે, આ ઘરમાં પહેલીવાર કોઇ બાળકને ઉંદરે બચકું નથી ભર્યું અન્ય બાળકોને પણ બચકા ભર્યા છે. આ જ ઘરના બે બાળકોએ પોતાની શાળાના ટીચરને જણાવ્યું કે, એક સપ્ટેમ્બરે ઉંદરે તેના પગની આંગળીઓને ખાઇ લીધી હતી.
ADVERTISEMENT