Jaipur Tinder Murder Case : પહેલાથી પરણીત દુષ્યંત પ્રિયા સાથે મુલાકાત કરવા જઇ રહ્યો હતો. જ્યારે પ્રિયા પોતાના બે સાથીઓ દીક્ષાંત કામરા અને લક્ષ્ય વાલિયા સાથે મળીને દુષ્યંતને કિડનેપ કરવાની હતી.
ADVERTISEMENT
કોર્ટે શનિવારે એક 28 વર્ષની યુવતી અને તેના બે સાથિઓની આજીવન કારાવાસની સજા ફટકારી છે. આજથી પાંચ વર્ષ પહેલા જયપુરમાં ટિંડર મર્ડર કેસ સમાચારોમાં ચમકતો હતો. ડેટિંગ એપ પર થયેલી મિત્રતા બાદ દુષ્યંત નામનો એક યુવક પ્રિયા સેઠ નામની એક યુવતીને મળવા માટે જયપુર ગયો હતો. મુલાકાતમાં એવું તે શું થયું કે પ્રિયાએ તેનું ગળુ કાપી નાખ્યું? સમગ્ર મામલો ખુબ જ ચોંકાવનારો છે અને પ્રિયા હજારો લોકોને પોતાનો શિકાર બનાવી ચુકી છે.
બંન્નેએ એક બીજાને ખોટું કહ્યું હતું.
વર્ષ 2018 માં દુષ્યંત પ્રિયા સેઠને ટિંડર એપ પર મિત્રતા થઇ હતી. ત્રણ મહિના સુધી બંન્ને એક બીજા સાથે ચેટિંગ કરતા રહ્યા હતા. ત્યાર બાદ પ્રિયાએ દુષ્યંતને પોતાના ભાડાના મકાનમાં મળવા માટે બોલાવ્યો હતો. જો કે દુષ્યંતે પ્રિયાને પોતાનો ખોટો પરિચય આપ્યો હતો. તેણે પોતે દિલ્હીનો મોટો બિઝનેસ મેન હોવાનું અને તેનું નામ વિવાન કોહલી હોવાનું જણાવ્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત છે કે, દુષ્યંત કરતા પણ મોટુ અને ખતરનાક અસત્ય પ્રિયા બોલી હતી. ડેટિંગના નામે તે એ હૃદયદ્રાવક અંજામ આપવાની હતી.
મુલાકાત બાદ ફોન સ્વિચ ઓફ
આ અગાઉ પરણીત દુષ્યંત, પ્રિયા સાથે મુલાકાત કરવા જઇ રહ્યા હતા. પ્રિયા પોતાના બે સાથી દીક્ષાંત કામરા અને લક્ષ્ય વાલિયા સાથે મળીને દુષ્યંતને કિડનેપ કરવાની હતી. તેણે તેવું જ કર્યું. તે સમગ્ર મામલે એક્ટિવિસ્ટ દીપિકા નારાયણ ભારદ્વાજે ત્રણ આરોપીઓ અને દુષ્યંતના પિતા સાથે પાંચ વર્ષ પહેલા વાતચીત કરી હતી. આ ઇંટરવ્યુમાં પ્રિયા સેઠે હત્યાની સમગ્ર કહાની કહી છે. 2 મે, 2018 ના રોજ દુષ્યંત પ્રિયાને મળવા પહોંચ્યો. તે દિવસે તેનો ફોન સ્વિચ ઓફ થઇ ગયો. થોડા સમય બાદ દુષ્યંતના પિતાની પાસે તેના નંબર પરથી કોલ આવ્યો પરંતુ ફોન પર તેનો પુત્ર નહી પરંતુ એક યુવતી વાત કરી રહી હતી.
ગંદી-ગંદી ગાળો બાદ ખંડણી માંગી
દુષ્યંતના પિતાએ જણાવ્યું કે, ફોન પર પહેલા મારા પુત્રએ કહ્યું કે, પપ્પા આ લોકોને દસ લાખ રૂપિયા આપી દો, નહી તો આ લોકો મને મારી નાખશે. ત્યાર બાદ પ્રિયાએ ફોન લીધો અને મને ગંદી ગંદી ગાળો આપો. તેણે દસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી. મે કહ્યું કે, મારી પાસે એટલા પૈસા નથી અને હું ત્રણ લાખ રૂપિયા આપી શકીશ. મે એફડી તોડીને પૈસા મોકલ્યા જો કે મારા પુત્રનો ફોન ત્યાર બાદ ક્યારે પણ આવ્યો નહી.
પ્રિયાએ જણાવ્યું હત્યાનું કારણ
4 મે, 2018 ના રોજ દુષ્યંતની લાશ એક બેગમાં જયપુરની બહાર એક ગામમાં મળી. પ્રિયાએ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, તે મને ટિંડર પર મળ્યો હતો. તેણે પોતાનું નામ અને ઓળખ જણાવી હતી. તેણે કહ્યું હતું કે, તે ખુબ જ પૈસાદાર હતો. તો અમે મળીને પ્લાન બનાવ્યો હતો કે, કોઇને કિડનેપ કરીને ખંડણી માંગી લઇશું અને તેની હત્યા કરી દઇશું. જ્યારે દુષ્યંત મળ્યો ત્યારે અમે તેને કિડનેપ કરીને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો. જો કે ત્યાર બાદ માહિતી મળી કે તેણે ખોટું કહ્યું હતું અને તેની પાસે કાંઇ જ નહોતું.
ADVERTISEMENT