- ડેપ્યુટી કલેક્ટર પત્નીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઇ પહોંચ્યો પતિ
- હત્યા અંગે પોલીસ પણ ગોથે ચડી કે હત્યા કોણે કરી જો કે આખરે થયો ચોંકાવનારો ખુલાસો
- પત્નીએ વારસદાર નહી બનાવતા અને પતિના યુવતીઓ સાથેના અફેરના કારણે થતા હતા ઝગડા
SDM Nisha Napit Murder Case : SDM નિશા નાપિતની હત્યા તેના જ પતિ મનીષ શર્માએ કરી તહી અને પુરાવા નષ્ટ કરવા માટે કપડાને વોશિંગ મશીનમાં ધોઇને સુકવી દીધા હતા. મનીષ શર્મા જ પોતાની પત્નીને લઇને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં નિશાના નાક અને મોઢામાંથી લોહી વહી રહ્યું હતું.
ADVERTISEMENT
SDM Nisha Napit Murder case માં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં મધ્યપ્રદેશનાં ડિંડૌરી જિલ્લાના શાહપુરાના SDM નિશા નાપિત શર્માના બ્લાઇન્ડ મર્ડર કેસને 24 કલાકની અંદર ઉકેલી નાખવામાં આવ્યો છે. ડિંડોરી પોલીસે એસડીએમના પતિને હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે.
એસડીએમ હત્યા હાઇપ્રોફાઇલ હોવાથી પોલીસ દોડતી થઇ
બાલઘાટ રેંજ આઇજી મુકેશ શ્રીવાસ્તવ અને એસપી અખિલ પટેલે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પોલીસે માત્ર 24 કલાકમાં જ આ હત્યાકાંડની હત્યાને ઉકેલી નાખી મૃતક એસડીએમ નિશા નાપિતના પતિ મનીષ શર્માને હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. પોલીસના અનુસાર SDM ની હત્યા કોઇ બહારના વ્યક્તિએ નહી પરંતુ તેના જ પતિએ કરી હતી.
હત્યા કર્યા બાદ કપડા વોશિંગ મશીનમાં ધોઇ નાખ્યા
હત્યા કર્યા બાદ પુરાવાઓનો નાશ કરવા માટે કપડાને વોશિંગ મશિનમાં ધોઇને સુકવી નાખ્યા હતા. મનીશ શર્મા પોતે જ પત્નીને લઇને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં નિશાના નાક અને મોઢામાંથી લોહી નિકળી રહ્યું હતું. મામલો હાઇપ્રોફાઇલ હતો. જેથી પોલીસે ટીમ બનાવીને અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી હતી. ઘર પર સર્ચ કરતા પોલીસ અને FSL ની ટીમને ચાદર અને તકીયા અને નિશાના કપડા વોશિંગ મશીનમાંથી મળ્યા હતા.
આરોપી પતિએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો
બીજી તરફ પોલીસ પુછપરછમાં આરોપી પતિએ જણાવ્યું હતું કે, તબીયત ખરાબ હોવાના કારણે એસડીએમ નિશાને હોસ્પિટલ લઇને ગયા હતા. દરમિયાન તેમનું મોત થઇ ગયું હતું. જો કે પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરના અનુસાર નિશાનું મોત આશરે 4 થી 5 કલાક પહેલા જ થઇ ચુકી હતી.
લોહીયાળ કપડા વોશિંગ મશીનમાં ધોઇ નાખ્યા
ત્યાર બાદ પોલીસે આગવી ઢબે પુછપરછ કરી તો તેના પતિએ હત્યાનો ગુનો કબુલી લીધો હતો. પતિએ જણાવ્યું કે, તેણે તકીયાથી મોઢુ દબાવીને પોતાની પત્નીની હત્યા કરી હતી. દરમિયાન નિશાના મોઢા અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. જેથી કપડા, તકીયો અને ચાદર લોહીલુહાણ થઇ ગયા હતા. જેથી આ તમામ વસ્તુ તેણે વોશિંગ મશીનમાં ધોઇ નાખી હતી.
હત્યા માટેનું કારણ
બંન્નેના લગ્ન 2020 માં થયા હતા. બંન્ને શાદી ડોટકોમ નામની વેબસાઇટ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, નિશાએ પોતાની સર્વિસ બુક, વીમા બેંક ખાતામાં મનીષ શર્માનું નામ નોમિનિ તરીકે નહોતું રખાવ્યું. જેના કારણે અવાર નવાર બંન્ને વચ્ચે ઝગડા થયા કરતા હતા. હાલ તો પોલીસ દ્વારા કલમ 302,304 બી અને 201 હેઠળ કેસ દાખલ કરીને આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT