UPSC Aspirant Mona Murder Case : મોના વર્ષ 2014 માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થઇ હતી. મોના સાથે 2 વર્ષ પહેલા સુરેન્દ્ર રાણા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થઇ અને પીસીઆર યૂનિટમાં તહેનાત હતા. બીજી તરફ બંન્ને સંપર્કમાં આવ્યા. મોના સુરેન્દ્રને ડૈડા કહેતી હતી અને સુરેન્દ્ર તેને બેટા કહેતો હતો.
ADVERTISEMENT
UPSC ની તૈયારી કરતી હતી યુવતી
દિલ્હી પોલીસના પૂર્વ કોન્સ્ટેબલ મોનાએ આઇએએસ બનવાનું સપનું જોયું હતું. જો કે દિલ્હી પોલીસની પીસીઆર યૂનિટમાં સાથે કામ કરી ચુકેલા કોન્સ્ટેબલ સુરેન્દ્ર રાણાની નજર તેના પર હતી. જો કે ત્યાર બાદ કોઇ કારણથી મોના 2021 થી જ ગાયબ હતી. એટલે કે બે વર્ષ પહેલા સપ્ટેમ્બરમાં તેનું મર્ડર થયું હતું. બે વર્ષ બાદ દિલ્હી પોલીસની ક્રાઇમબ્રાંચના જવાબ દિલ્હીના અલીપુરમાંથી મોનાનું શબ શોધી કાઢ્યું હતું.
“ડેડા” અને “બેટા” વાળો સંબંધ હતો
પોલીસના અનુસાર મોના વર્ષ 2014 માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે હાજર થઇ હતી. મોના સાથે બે વર્ષ પહેલા સુરેન્દ્ર રાણા દિલ્હી પોલીસમાં ભરતી થયો હતો. બંન્ને દિલ્હી પોલીસના પીસીઆર યૂનિટમાં સાથે કામ કરતા હતા. જેથી સંપર્કમાં આવ્યા. મોના સુરેન્દ્રને પ્રેમથી ડૈડા કહેતી હતી. સુરેન્દ્ર તેને બેટા કહેતો હતો.
મોનાનું સિલેક્શન યૂપી પોલીસમાં સબ ઇન્સપેક્ટર તરીકે પાસ થઇ હતી
બીજી તરફ મોનાનું સિલેક્શન યૂપી પોલીસમાં સબ ઇન્સપેક્ટર તરીકે પણ થઇ ગયો હતો. જો કે તેઓ દિલ્હી પોલીસની નોકરી છોડીને મુખર્જી નગર યુપીએસસીની તૈયારી કરવા લાગી. સુત્રો અનુસાર સારી નોકરી છોડીને યુપીએસસીની તૈયારી કરવા અંગે સુરેન્દ્રને મોના સામે સમસ્યા થવા લાગી હતી. તેને ડર હતો કે મોના કોઇ ઉચ્ચ અધિકારી બની જશે તો તેને છોડી દેશે.
ગળુ દબાવીને હત્યા
દિલ્હી પોલીસના સ્પેશયલ સીપી રવીંદ્ર યાદવને જણાવ્યું કે, મોના પર સુરેન્દ્રની ખરાબ નજર હતી. જ્યારે મોનાએ તેનો વિરોધ કર્યો તો 8 સપ્ટેમ્બર 2021 ના રોજ મોનાને અલીપુર પોતાના ઘર તરફ લઇ ગઇ અને એક મોટા નાળામાં તેને ધક્કો માર્યો. ત્યાર બાદ ગળું દબાવ્યું અને તેની હત્યા કરી દેવામાં આવી હતી.
2 વર્ષ સુધી છુપાવ્યા હતા રહસ્યો
સુરેન્દ્રએ જે પ્રકારે મોનાની હત્યા કરી, તેમાં સૌથી પરેશાન હૈરતઅંગેજ તેની પદ્ધતી હતી. તેણે સમગ્ર હત્યાકાંડ છુપાવવા માટે તેણે મોનાનો મોબાઇલ એક્ટિવ રાખ્યો. વારંવાર તેના ATM માંથી ટ્રાન્ઝેક્શન પણ કરતો હતો. અનેક વાર મોનાના જુના કોલ રેકોર્ડમાંથી વોઇસનોટ કાઢીને તેના પરિવારના લોકોને પણ મોકલતો હતો. તેના વેક્સિનેશનના ખોટા સર્ટિફિકેટ પણ બનાવ્યા હતા. બીજી તરફ તે પોલીસ સ્ટેશન પર જઇને મોનાના પરિવાર સાથે જઇને પોલીસ પર યોગ્ય કાર્યવાહી નહી કરવાનો પણ આક્ષેપ કરતો રહેતો હતો.
ADVERTISEMENT