મધ્ય પ્રદેશ: MBBSની વિદ્યાર્થિની શિવરંજની તિવારી શુક્રવારે મોડી રાત્રે ગંગોત્રીથી બાગેશ્વર ધામની પદયાત્રા કરીને બાગેશ્વરધામ પહોંચી હતી. પહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની વાત કરનારી શિવરંજની બાદમાં અલગ જ નિવેદન આપી રહી હતી. આ બધાની વચ્ચે હવે શિવરંજનીની યાત્રા પર નવો ખુલાસો થઈ રહ્યો છે. જે બાદ શિવરંજનીની કળશ યાત્રા અને ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્નના સપના પર સવાલ ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
શિવરંજનીની યાત્રામાં સાથે ચાલતી ગાડીમાં માર્કંડેય તેલના પોસ્ટરો લાગ્યા છે. જેનું કારણ સામે આવ્યું છે. જાણકારી મુજબ, નવેમ્બર મહિનામાં શિવરંજનીના પિતાનો બાગેશ્વર ધામના સેવાદારો સાથે વિવાદ થયો હતો. જેમાં તેમને અને તેમના દીકરાને બાગેશ્વર ધામમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. શિવરંજનીના પિતા બૈજનાથ તિવારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને તેલના બ્રાન્ડિંગ માટે ઓફર આપી હતી, પરંતુ તેમણે ઈનકાર કરી દીધો હતો. આ વાત બાગેશ્વર ધામના સેવાદારોના માધ્યમથી થઈ હતી, આ બાબતને લઈને બૈજનાથ તિવારીનો તેમની સાથે વિવાદ થઈ ગયો હતો.
જોકે શિવરંજનીનું કહેવું છે કે, બાગેશ્વર ધામમાં જે સેવાદાર કામ કરે છે, તેમના વિષે ધીરેન્દ્ર શાસ્ત્રીને જાણ નથી હોતી. જો મારે બદલો લેવો હોત તો ત્યાં જે પણ થયું તેની સચ્ચાઈ હું મીડિયા સામે જણાવી દેત.
લગ્નની વાત નકારી
મેડિકલ સ્ટુડન્ટ શિવરંજનીનું નામ બાગેશ્વર બાબા સાથે જોડવામાં આવી રહ્યું છે. આ સાથે જ બંનેના લગ્નના સમાચાર પણ આવ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાના સવાલ પર શિવરંજનીએ કહ્યું હતું, કે મેં ક્યારેય કહ્યું નથી કે મારે લગ્ન કરવાનો સંકલ્પ છે, ન તો મારી ચીઠ્ઠી ખુલી છે, ન મારા સંકલ્પ વિશે કોઈને ખબર પડી.
શિવરંજનીએ ગંગોત્રીથી બાગેશ્વર ધામની યાત્રા પર જણાવ્યું હતું કે, “મારો સંકલ્પ પૂજ્ય બાલાજીના દર્શન કરવાનો હતો અને મેં 11મા ધોરણમાં હી ત્યારે બાયોલોજી વિષય લીધો હતો.” મારે કેન્સર ડોક્ટર બનવું છે, બાલાજી મને આ ક્ષેત્રમાં સફળતા આપે. આ મારી ઈચ્છા હતી. મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, લોકોએ મારી સફરને લગ્ન સાથે જોડી દીધી.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતમાં
બાગેશ્વરધામ પહોંચેલી શિવરંજની ‘પ્રાણનાથ’ને મળી શકી નહોતી. બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતમાં ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પાંચ દિવસ એકાંતમાં રહીને સનાતન ધર્મ પર પુસ્તક લખી રહ્યા છે. બાબા ઈચ્છે છે કે તેમનું આ પુસ્તક દેશની તમામ શાળાઓમાં પહોંચે, જેથી બાળકોને સનાતન ધર્મ વિશે જાણકારી મળે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેજડિયા ખાતે હનુમંત કથા મંચને જણાવ્યું કે, તેઓ આગામી થોડા દિવસો સુધી એકાંતમાં રહેશે. આ દરમિયાન તેઓ હિન્દુ ધર્મ પર પુસ્તક લખશે. તેમણે કહ્યું કે આ પુસ્તકનું શાળા-કોલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
ADVERTISEMENT