ધીરેન્દ્રશાસ્ત્રીને મળવા 1300 કિમી ચાલીને બાગેશ્વર ધામ આવેલી શિવરંજની કેમ વિલા મોઢે પાછી ફરી?

મધ્ય પ્રદેશ: MBBSની વિદ્યાર્થિની શિવરંજની તિવારી શુક્રવારે મોડી રાત્રે ગંગોત્રીથી બાગેશ્વર ધામની પદયાત્રા કરીને બાગેશ્વરધામ પહોંચી હતી. જો કે ધીરેન્દ્ર શાસ્ત્રી એકાંતમાં જતા રહ્યા હોવાથી…

gujarattak
follow google news

મધ્ય પ્રદેશ: MBBSની વિદ્યાર્થિની શિવરંજની તિવારી શુક્રવારે મોડી રાત્રે ગંગોત્રીથી બાગેશ્વર ધામની પદયાત્રા કરીને બાગેશ્વરધામ પહોંચી હતી. જો કે ધીરેન્દ્ર શાસ્ત્રી એકાંતમાં જતા રહ્યા હોવાથી શિવરંજની તેમને મળી શકી નહોતી. એવામાં તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીને મળ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.

જણાવી દઈએ કે શિવરંજની તિવારી અને બાગેશ્વર ધામના કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. શુક્રવારે સાંજે શિવરંજની તિવારી 46 દિવસની યાત્રા બાદ છેલ્લા સ્ટોપ પર મૌન પાળીને છતરપુરથી બાગેશ્વર ધામ તરફ રવાના થઈ હતી. મીડિયાને મળ્યા બાદ શિવરંજનીએ મૌન સેવ્યું હતું. અગાઉ, તેણીએ કહ્યું હતું કે તે બાગેશ્વર ધામમાં જળ અર્પણ કરીને મૌન ઉપવાસ ખોલશે. છતરપુર પહોંચતા જ શિવરંજનીની તબિયત બગડી અને તેને હોસ્પિટલ જવું પડ્યું.

લગ્નની વાત નકારી
મેડિકલ સ્ટુડન્ટ શિવરંજનીનું નામ બાગેશ્વર બાબા સાથે જોડવામાં આવી રહ્યું છે. આ સાથે જ બંનેના લગ્નના સમાચાર પણ આવ્યા હતા. મેડિકલ સ્ટુડન્ટ શિવરંજની તિવારીએ લગ્ન સંબંધિત સવાલો સાથે છતરપુર પહોંચીને આ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાના સવાલ પર શિવરંજનીએ કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે મારે લગ્ન કરવાનો સંકલ્પ છે, ન તો મારી ચીઠ્ઠી ખુલી છે, ન મારા સંકલ્પ વિશે કોઈને ખબર પડી.

શિવરંજનીએ ગંગોત્રીથી બાગેશ્વર ધામની યાત્રા પર કહ્યું કે, “મારો સંકલ્પ પૂજ્ય બાલાજીના દર્શન કરવાનો હતો અને મેં 11મા ધોરણમાં હી ત્યારે બાયોલોજી વિષય લીધો હતો.” મારે કેન્સર ડોક્ટર બનવું છે, બાલાજી મને આ ક્ષેત્રમાં સફળતા આપે. આ મારી ઈચ્છા હતી. મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, લોકોએ મારી સફરને લગ્ન સાથે જોડી દીધી.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતમાં
બાગેશ્વરધામ પહોંચેલી શિવરંજની ‘પ્રાણનાથ’ને મળી શકશે નહીં. બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતમાં ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી પાંચ દિવસ એકાંતમાં રહીને સનાતન ધર્મ પર પુસ્તક લખશે. બાબા ઈચ્છે છે કે તેમનું આ પુસ્તક દેશની તમામ શાળાઓમાં પહોંચે, જેથી બાળકોને સનાતન ધર્મ વિશે જાણકારી મળે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેજડિયા ખાતે હનુમંત કથા મંચને જણાવ્યું કે, તેઓ આગામી થોડા દિવસો સુધી એકાંતમાં રહેશે. આ દરમિયાન તેઓ હિન્દુ ધર્મ પર પુસ્તક લખશે. તેમણે કહ્યું કે આ પુસ્તકનું શાળા-કોલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

    follow whatsapp