Karnataka Election Result 2023: ડીકે શિવકુમારે કહ્યું કે આજે મારો જન્મદિવસ છે, હું મારા પરિવાર અને ગુરુને મળીશ. તે પછી હું દિલ્હી જવા રવાના થઈશ. Karnataka Government Formation અંગેના સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે. કર્ણાટકના આગામી મુખ્યપ્રધાનના નામના મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા પાર્ટીના ટોચના નેતૃત્વને મળવા માટે દિલ્હી પહોંચી ચુક્યા છે. દરમિયાન, સીએમની રેસમાં સામેલ ડીકે શિવકુમારે સોમવારે (15 મે) એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સિદ્ધારમૈયાના બહુમતીના દાવા પર કહ્યું કે તેઓ કોઈ નંબરનો દાવો કરવા નથી માંગતા. કોંગ્રેસનો નંબર એ જ મારો નંબર છે. હાઇકમાન્ડ જ સમગ્ર મામલે નિર્ણય કરશે.
ADVERTISEMENT
ડીકે શિવકુમાર હાલ બોલવા બાબતે ખુબ જ સાવધાની વર્તી રહ્યા છે
કોંગ્રેસનો નંબર મારો નંબર છે. તમામ ધારાસભ્યોએ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે. ડીકે શિવકુમારે એમ પણ કહ્યું કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો ગયા ત્યારે પણ મેં આશા છોડી નથી. લડાઈ કોંગ્રેસને આ સ્થાને લાવી. છેલ્લા પાંચ વર્ષમાં મારી સાથે શું થયું તે હું યોગ્ય સમયે જાહેર કરીશ. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ મને અને સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવ્યા છે. મારા પરિવાર અને ગુરુને મળ્યા બાદ હું દિલ્હી જવા રવાના થઈશ. હાલ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવી ઉતાવળ કહેવાશે. પાર્ટી અને હાઇકમાન્ડ આગળ હું મારી રજુઆત કરીશ. ત્યાર બાદ તેઓને યોગ્ય લાગે તે પ્રકારે તેઓ નિર્ણય કરશે.
ડીકે શિવકુમારે શું કહ્યું?
શિવકુમારે કહ્યું કે, અમે સિંગલ લાઇનનો ઠરાવ પસાર કર્યો છે. અમારી પાસે 135 ધારાસભ્યો છે, બધાએ એક અવાજે (મુખ્યમંત્રીની નિમણૂકનો) મામલો પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે. મારો ઉદ્દેશ્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કર્ણાટકની સેવા કરવાનો છે. મેં 2019માં હાર ન માની. શિવકુમારે કહ્યું કે હું સિંગલ મેન છું, હું એક વાતમાં માનું છું કે હિંમત ધરાવતો સિંગલ માણસ બહુમતી બને છે. 2019માં અમારા તમામ ધારાસભ્યોએ પાર્ટી છોડી ત્યારે પણ મેં હાર માની નથી અને હાલમાં પણ મે હાર માની નથી. તમામ પ્રકારે હું હાઇકમાન્ડના સંપર્કમાં છું. મારો જન્મ દિવસ હોવાથી હું પરિવાર અને ગુરૂને મળ્યા બાદ દિલ્હી જવા રવાના થઇશ.
ADVERTISEMENT