નવી દિલ્હી : આમ આદમી પાર્ટી માંથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવુડ અભઇનેત્રી પરિણિતિ ચોપડાની સગાઇ થઇ ચુકી છે. બંન્નેની સગાઇનુ ફંક્શન દિલ્હીના કપુરથલા હાઉસમાં આયોજીત કરવામાં આવ્યું હતું. બંન્નેની જોડી ખુબ જ સુંદર લાગી રહી હતી. આ જોડી અને તેની સગાઇ માધ્યમોમાં પણ છવાયેલી રહી હતી.
ADVERTISEMENT
સગાઇ માટે રાઘવ ચઢ્ઢાએ આઇવરી કલરનો ખાદીનો સિલ્ક અચકન અને મેચિંગ કુર્તાની સાથે આઇવરી પેન્ટ પહેર્યું હતું. જ્યારે પરિણિતિએ સોફ્ટ પિંક કુર્તો, ફ્લેયર ટ્રાઉઝરની સાથે કાશ્મીરી કોટનમાંથી તૈયાર કરાયેલો દુપટ્ટો પહેર્યો હતો. જેને ખ્યાતનામ ડિઝાઇનર મનીષ મલહોત્રાએ ડિઝાઇન કર્યો છે.
સગાઇ દરમિયાન પરિણિતી અને રાઘવ ચઢ્ઢાની અંગુઠી પર પણ લોકોની નજર ગઇ હતી. સગાઇની સાથે રાઘટની થનારી જીવન સાથી પરિણિતી ચોપડાને 3 કેરેટ રાઉન્ડ સોલિટેયર રિંગ પહેરાવવામાં આવી હતી. પરિણિતીની અંગુઠી દેખાવમાં ખુબ જ સુંદર છે. જેને હીરાથી જડાયેલા બેન્ડર પર મોટો હીરો રાખીને તૈયાર કરવામાં આવી છે.
જ્યારે સગાઇમાં પરિણિતિ ચોપડાએ એન્ગેજમેન્ટ રિંગ તરીકે રાઘવ ચઢ્ઢાને કાર્ટિયર બ્રાન્ડની ક્લાસિક ગોલ્ડ લવ બેન્ડ પહેરાવી છે. સિંપલ ડિઝાઇનના કારણે રાઘવ ચઢ્ઢાનું લવ બેન્ડ વધારે ખાસ છે. આ સુંદર લવ બેન્ડની કિંમત આશરે 1 લાખ રૂપિયા છે. કાર્ટિયર એક ફ્રેંચ લક્ઝરી બ્રાંડ છે. જે જ્વેલરી અને ઘડીયાળ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
ADVERTISEMENT