Sharad Pawar ની પાર્ટીના નવા નામ પર ઇલેક્શન કમિશનની મહોર, હવે ‘NCP શરદચંદ્ર પવાર’ તરીકે ઓળખાશે

શિવસેના બાદ NCP ને પણ મોટો ઝટકો લાગ્યો ચૂંટણી પંચે અજિત પવાર જૂથને ઓરિજનલ NCP ગણાવ્યું શરદ પવારની પાર્ટીનું નવું નામ જાહેર Sharad Pawar Party…

Sharad Pawar Party Name

Sharad Pawar Party Name

follow google news
  • શિવસેના બાદ NCP ને પણ મોટો ઝટકો લાગ્યો
  • ચૂંટણી પંચે અજિત પવાર જૂથને ઓરિજનલ NCP ગણાવ્યું
  • શરદ પવારની પાર્ટીનું નવું નામ જાહેર

Sharad Pawar Party Name: ચૂંટણી પંચે અજિત પવારના જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું નામ અને ચિન્હ (સિમ્બોલ) આપી દીધું છે. આવી સ્થિતિમાં શરદ પવારની પાર્ટીના નવા નામ પર મહોર લાગી છે.

પાર્ટીનું નવું નામ જાહેર

પાર્ટીનું નામ અને ચિન્હ છીનવી લીધા બાદ શરદ પવારની પાર્ટી હવે શરદ ચંદ્ર પવાર (Nationalist Congress Party Sharad Chandra Pawar) તરીકે ઓળખાશે. આ નામને ઇલેક્શન કમિશને મંજૂરી આપી છે.

શું છે સમગ્ર મામલો?

મહારાષ્ટ્રમાં શિવસેના બાદ NCP ને પણ મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં અજિત પવાર જુથને ઓરિજનલ NCP ગણાવવામાં આવ્યું છે. જેના કારણે શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે શરદ પવાર આ પાર્ટીના સ્થાપક હતા પરંતુ હવે તેમણે જ સ્થાપેલી પાર્ટી તેમની જ પાસેથી છીનવાઇ ચુકી છે. પોતાના જ ભત્રીજાએ કાકાના પગ તળેથી જમીન ખેંચી લીધી છે.

જે પ્રકારે શિવસેનામાં પાર્ટીના સ્થાપક બાળા સાહેબના જ પુત્ર ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટી ગુમાવવાનો વારો આવ્યો તે પ્રકારે વધારે એક દિગ્ગજને જીવતે જીવ પોતાની જ સ્થાપેલી પાર્ટી ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમાચાર શરદ પવાર માટે ખુબ જ આધાતજનક છે. કારણ કે શરદ પવારને રાજનીતિના ચાણક્ય ગણવામાં આવે છે. જો કે, હવે તે પોતાના જ ભત્રીજા સામે થાપ ખાઇ ચુક્યા છે. પોતાની પાર્ટી ગુમાવવાનો વારો આવ્યો છે.

    follow whatsapp