Shani Nakshatra Parivartan 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 06 અપ્રેલ 2024ના રોજ શનિ દેવ નક્ષત્ર પરિવર્તન કર્યું હતું. 06 અપ્રિલે બપોરે 3.55 મિનિટે શનિ દેવે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. હવે 12 મે 2024ના રોજ સુવારે 8.08 મિનિટે શનિ દેવતા પૂર્વાભાદ્રપદ એટલે 25મા નક્ષત્રના બીજા પદમાં વિરાજમાન થશે. તે 18 ઓગસ્ટ 2024 સુધી અહીં રહેશે.
ADVERTISEMENT
મે મહિનામાં શનિનું નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધીમે-ધીમે તેમના તમામ સપના પૂરા થઈ શકે છે. ચાલો જાણીએ કે મે મહિનામાં શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિને ફાયદો થઈ શકે છે.
મેષ રાશિ
શનિના પૂર્વભાદ્રપદ નક્ષત્રના બીજા એટલે કે દ્વિતીય પદમાં ગોચર કરવાથી મેષ રાશિના લોકોને ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થીઓની બુદ્ધિઓનો વિકાસ થઈ શકે છે. આ સિવાય કુંડળીમાં ધન લાભના પણ યોગ બની રહ્યા છે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે, તો તે આ મહિને તમને પરત મળી શકે છે. જો તમે આ સમયે તમારા ખર્ચને નિયંત્રણમાં રાખશો, તો તેનાથી ભવિષ્યમાં તમારે પૈસાની તંગીનો સામનો કરવો નહીં પડે.
સિંહ રાશિ
જે લોકો નોકરી કરી રહ્યા છે, તેમના કામથી પ્રસન્ન થઈને તેમના બોસ તેમનો પગાર વધારી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ટૂંક સમયમાં તમે સારી અને ફાયદાવાળી પ્રોપર્ટી ખરીદી શકો છો. સમાજમાં માન-સન્માન પણ વધી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખુશીઓ લઈને આવી શકે છે. આ સમયે તેમને તમારા દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે, જેના કારણે તમારા બધા અટકેલા કામ થોડા સમયમાં પૂર્ણ થશે. જે લોકોની આર્થિક સ્થિતિ સારી નથી, તેઓને ટૂંક સમયમાં બિઝનેસના સંદર્ભમાં મોટી ઓફર મળી શકે છે.
નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.
ADVERTISEMENT