લખનઉ : અતીક-અશરફ હત્યાકાંડના નવમાં દિવસે સોમવારે એકવાર ફરીથી માફિયાના ચકિયા કાર્યાલય સમાચારોમાં આવી ગયો. બુલડોઝરથી તોડી પડાયેલા આ કાર્યાલયની અંદર ફર્શ અને દિવાલો પર અનેક સ્થળે લોહી, સીડી અને રેલિંગ પર લોહીના ધબ્બા, એક ચાકુ અને લોહી લાગેલા કપડા મળવાના કારણે ભારે સનસની ફેલાઇ ગઇ હતી. બારીના કાચ તુટેલા હતા. નજીકમાં ચુડીઓ પણ તુટેલી મળી હતી. ત્યાર બાદ અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી હતી. અહીં પણ ચર્ચા શરૂ થઇ ગઇ કે ક્યાંક શાઇસ્તા તો અહીં નહોતી પહોંચી. ક્યાંક શાઇસ્તાએ જ કાર્યાલયમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ તો નહોતો કર્યો. શું નસ કાપવાથી શાઇસ્તા ઘાયલ થઇ છે. આ ચર્ચા બાદ આસપાસના લોકો પણ ત્યાં પહોંચવા લાગ્યા હતા.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર કાર્યાલયની અંદરનો લોહીવાળો વીડિયો શેર કરવામાં આવવા લાગ્યો હતો. જો કે ત્યાર બાદ પોલીસે ત્યાં સખતી કરી હતી. બેરિયર લગાવીને આવન જાવન અટકાવી દેવામાં આવી હતી. ક્રાઇમસીન તૈયાર કર્યો. ત્યાર બાદ ફોરેન્સિક ટીમોએ તપાસ કરી. ફોરેન્સિક ટીમે લોહીના સેમ્પલ લઇને તપાસ માટે મોકલી આપ્યા. તપાસના રિપોર્ટના આધારે માહિતી મળશે કે લોહી માણસનું છે કે પછી કોઇ જાનવરનું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ચકિયાની તરફ જતા રસ્તામાં કાર્યાલયના ગેટ પરથી ઘુસતા જ એક ખુણામાં લોહી જમીન પર ફેલાયેલું હતું. ખુણામાં જમીન પર ફેલાયું હતું. જ્યારે નજીકમાં જ શાકભાજી કાપવાનું એક ચાકુ પડેલું હતું.
આ ઉપરાંત પહેલા માળ પર જનારી સીડીઓ પર અનેક જગ્યાઓ પર લોહીના ટીપા પડેલા હતા. રેલિંગની ઉપર પણ અનેક સ્થળો પર લોહી લાગેલું હતું. દિવાલો પર લોહી લાગેલું હતું. જે પ્રકારે લોહીથી ખરડાયેલા હાથ લુછવામાં આવ્યા હોય. એક જુનુ ફ્રોક પણ પડેલું હતું. તેમાં પણ લોહી લાગેલું હતું. રૂમમાં સામાન વિખરાયેલો હતો. ચુડીઓ પણ તુટેલી સ્થિતિમાં મળી આવી હતી. બીજા માળે લોહીના ટીપા પડેલા હતા. જો કે પોલીસને આ લોહીના ટિપા જનાવરના હોવાની આશંકા છે. જો કે હાલ તો રાહ જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT