‘હિન્દુઓ કેનેડા છોડો, ભારત પાછા જાઓ…’, India-Canada ના તણાવ વચ્ચે ભારતીયોને મળી ધમકી

India-Canada Relations: 2019માં, ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા…

gujarattak
follow google news

India-Canada Relations: 2019માં, ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી છે અને તેમને ભારતને સમર્થન આપવા માટે દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, SFJ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ કેનેડિયન શીખોને 29 ઓક્ટોબરે વાનકુવરમાં કહેવાતા જનમત માટે મત આપવાનું આહ્વાન કરતો જોવા મળે છે. સાથે જ વેનકુવર, ઓટાવા અને ટોરંટોમાં ભારતીય દૂતાવાસ બંધ કરાવવાની ધમકી આપી છે.

SFJના આંતકીની ભારતીયોને ધમકી

ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા પન્નુએ કહ્યું, ‘ભારત-હિંદુ… કેનેડા છોડો, ભારત ચાલ્યા જાઓ.’ તેણે દાવો કર્યો હતો કે ખાલિસ્તાન તરફી શીખ ‘હંમેશા કેનેડાને વફાદાર રહ્યા છે અને હંમેશા કેનેડાનો પક્ષ લીધો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દાવાના બે દિવસ બાદ આ વીડિયો સામે આવ્યો છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડ

તમને જણાવી દઈએ કે જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે, જૂનમાં ભારત સરકારના એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચે ‘સંભવિત કનેક્શન’ હતું. આ ગંભીર આરોપોને કારણે બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓને હાંકી કાઢવાનો સામનો કરવો પડ્યો હતો. એક સખત શબ્દોમાં નિવેદનમાં, વિદેશ મંત્રાલય (MEA) એ તેમના દાવાને ‘વાહિયાત અને પ્રેરિત’ ગણાવીને નકારી કાઢ્યો.

વિદેશ મંત્રાલયે કહ્યું, ‘આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન ભટકાવે છે, જેમને કેનેડામાં આશ્રય પૂરો પાડવામાં આવ્યો છે અને જેઓ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. આ મુદ્દા પર કેનેડાની સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી અને સતત ચિંતાનો વિષય છે.’

    follow whatsapp