નવી દિલ્હી : હરિયાણાની ખ્યાતનામ ડાન્સર સપના ચૌધરી વધારે એક મુદ્દે વિવાદમાં આવી છે. સપના ચૌધરી ઉપરાંત તેની માં અને ભાઇ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ થયો છે. દહેજમાં ક્રેટા ગાડી માંગી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ત્રણેય પર મારપીટના ગંભીર આક્ષેપો પણ થયા છે. જો કે હજી સુધી આ કેસ દાખલ કોણે કરાવ્યો તે મુદ્દે કોઇ સ્પષ્ટતા સામે આવી નથી. સપના ચૌધરી અને તેમના પરિવાર વિરુદ્ધ ફરીદાબાદના પલવલના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.
ADVERTISEMENT
અગાઉ પણ વિવાદોમાં આવી ચુકી છે સપના ચૌધરી
14 ઓક્ટોબર, 2018 ના રોજ ઓક્ટોબરમાં લખનઉના સ્મૃતિ ઉપવનમાં સપના ચૌધરીનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ માટે હજારો લોકોએ ટિકિટો ખરીદી હતી. જો કે સપના ચૌધરી આ કાર્યક્રમમાં પહોંચી જ નહોતી. ત્યાર બાદ ભારે હોબાળો થયો અને સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હજારો લોકોએ ટિકિટ પૈસા આપીને ખરીદી હતી. બીજી તરફ આયોજક દ્વારા ટિકિટના પૈસા પણ પરત કરવામાં આવ્યા નહોતા. જેના કારણે સમગ્ર મામલે ફ્રોડનો કેસ દાખલ થયો હતો. જે મુદ્દે સપના ચૌધરી લખનઉના એસીજેએમ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ત્યાર બાદ હાજર થતાની સાથે જ તેને જામીન મળી ગયા હતા.
સપના ચૌધરી બિગબોસમાં પણ આવી ચુકી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, સપના ચૌધરી હરિયાણાની ખ્યાતનામ ડાન્સર છે. સ્ટેજ પર્ફોમન્સમાં તેનું નામ ખુબ જ મોટું છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ખુબ જ મોટી છે. બાળપણથી જ સપના ચૌધરીના પિતાના મોત નિપજ્યાં હતા. માંએ તેને તથા ભાઇ સાથે મોટી થઇ હતી. ખુબ જ નાની ઉંમરે જ ઘરની જવાબદારી પોતાના ખભા પર ઉઠાવી લીધી હતી. સ્ટેજ પર્ફોમન્સ કરીને પૈસા એકત્ર કરવા લાગી હતી. સપના ચૌધરી બિગબોસ 11 નો પણ હિસ્સો હતી.
ADVERTISEMENT