કૌશીક જોશી.વલસાડઃ છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે સેલવાસ ના મધુબન ડેમના 10 દરવાજા ખોલીને પાણી છેડવા માં આવી રહ્યું છે જેના કારણે દમણગંગા નદી ના પાણી રૂદ્ર સ્વરૂપ લીધું હોવાય તેવા દ્રશ્યો નજર આવી રહ્યા હતા. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમ માં પાણી છેડાતાં સેલવાસના નીચાળ વાળા વિસ્તાર તેમજ વાપી બજાર અને આશાધામ સ્કૂલ નજીક ના રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા ત્યાર બીજી તરફ વાપી રેલવે અંદર પાસ બ્રિજ ની અંદર પાણી ભરાઈ જતા વાપી પૂર્વ અને પશ્ચિમ તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા વાપી ના નાગરિકો ને ભારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
જૂનાગઢમાં જળપ્રલયઃ અબોલ જીવો તણાયા, ST વર્કશોપની દીવાલ તૂટતા ભારે નુકસાન- Videos
જો કે વલસાડ તેમજ સેલવાસ અને દમણ પ્રસાસન દ્વારા સ્કૂલ બંધ રાખવા માં આવી હતી પરંતુ ભારે વરસાદ ના કારણે લોકોના જનજીવન ઉપર ભારી અસર થઈ હતી. હજી આગામી બે દિવસ દાદરા નગર હવેલી તેમજ દમણ અને વલસાડ જીલા માં ભારે વરસાદ ની આગાહી સાથે તંત્રને તમામ પ્રકાર મુસીબત માટે ની લોકો ની મદદ માટે તૈયાર રહેવા માટે નો આદેશ પણ અપાયો છે.
ADVERTISEMENT