અમદાવાદ : તુર્કી અને સીરિયામાં આવેલા ધરતીકંપના કારણે થયેલા મોતનો આંકડો 38 હજારને પાર પહોંચી ચુક્યો છે. સમગ્ર વિશ્વ આ દુર્ઘટનાને કારણે સ્તબ્ધ છે. જો કે આ ધરતીકંપમાં થયેલા જાનમાલના નુકસાનને ઘણુ ઘટાડી શકાયું હોત જો કે એક ડચ સંશોધકની આગાહીને ગંભીરતાથી લીધી હોત તો ખુંવારી નિવારી શકાઇ હોત.
ADVERTISEMENT
ભારતીય ઉપમહાદ્વીપમાં ભયાનક ધરતીકંપની આગાહી
હાલમાં જ ડચ સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ભારતીય ઉપમહાદ્વીપના હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારત-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની આસપાસના અનેક વિસ્તારોમાં પણ આવો જ ઘાતક ધરતીકંપ આવશે તેવી આગાહી વ્યક્ત કરી હતી.
સુર્ય અને સૌરમંડળ પર અભ્યાસ કરીને આગાહી કરે છે
ફ્રેન્ક હગરબીટ્સ સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વે (SSGEOS) સાથે કામ કરે છે. ફ્રેન્ક હૂગરબીટ્સ ગ્રહોની ગતિના આધારે પૃથ્વી પર ધરતીકંપની આગાહી કરે છે. SSGEOS એક સંશોધન સંસ્થા છે. જે ધરતીકંપની પેટર્ન અને વિવિધ પૃથ્વીની પ્લેટ્સ પર અભ્યાસ કરે છે. તે માટે ગ્રહો, અવકાશી પદાર્થ અને ચંદ્ર તથા સુર્ય જેવા પૃથ્વી માટેના મહત્વના ગ્રહોનો અભ્યાસ કરીને આગાહી કરે છે.
સૈદ્ધાંતિક રીતે ધરતીકંપની આગાહી સાચી નથી હોતી
ટ્વિટર પર ફ્રેન્કના દાવાને અનેક પ્રશ્નો પેદા થઇ રહ્યો છે. ત્યાં જ ફ્રેન્કનું એવું પણ કહી રહ્યા છે કે, સૈદ્ધાંતિક રીતે ભુકંપની આગાહી સત્ય નથી. અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીઓનો અંદાજ છે કે, સિસ્મિક ઘટનાઓ અંગે સચોટ આગાહી કરવી ક્યારે પણ શક્ય નથી. ફ્રેન્કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના હિંદ મહાસાગર તરફના વિસ્તારોમાં ભુકંપની આગાહી કરી છે. અફઘાનિસ્તાનથી માંડીને ધરતીકંપ મહાસાગર સુધી પહોંચશે. ફ્રેન્ક તેમના અનુમાન અંગે 100 ટકા ચોક્કસ નથી. ભારતમાં 2001 માં આવેલા ધરતીકંપના વિનાશની આગાહી પણ કરી હતી. જો કે તેઓએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે, અનુમાન છે ક્યારે પણ 100 ટકા સાચુ ઠરી શકે નહી. ફ્રેન્કે આ અંગે જણાવ્યું કે, જો ભારત સરકાર ઇચ્છે તો તેઓ આ અંગેની માહિતી ભારતીય વૈજ્ઞાનિકો સાથે શેર કરવા પણ તૈયાર છે.
ADVERTISEMENT