કોલકાતા : ભારતીય સેનામાં પાકિસ્તાની લોકોની ભરતીના આરોપો અંગેનો એક મામલો કોલકાતા હાઇકોર્ટે સીઆઇડીને ફરિયાદ નોંધવા માટેના નિર્દેશ આપ્યા છે. સેનામાં ભરતીના ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવતા કલકત્તા હાઇકોર્ટમાં એક કેસ દાખલ કરી દીધો. કોલકાતા હાઇકોર્ટે જસ્ટિસ રાજશેકર મંથાએ આ મામલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇમાં જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે સીઆઇડીને તત્કાલ ફરિયાદ લઇને તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ADVERTISEMENT
આરોપ છે કે, બૈરકપુર આર્મી કેમ્પમાં બે પાકિસ્તાની નાગરિકો કામ કરે છે. જેનું નામ જયકાંત કુમાર અને પ્રદ્યુમન કુમાર છે. કથિત રીતે તેઓ પાકિસ્તાની સેના બાદ ભારતીય સેનામાં જોડાયા હતા. તેની નિયુક્તિ પણ સરકારી પરીક્ષાના આધારે થઇ છે. આ પરિક્ષામાં જરૂરી દસ્તાવેજોમાં ગોટાળા કરીને તેમને નોકરી મળી છે.
આ અંગે દાવો છે કે, તેની પાછળ એક મોટી ટોળકી કામ કરી રહી છે. હુગલી નિવાસી વિષ્ણુ ચૌધરીએ છ જુને કોલકાતા હાઇકોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, કેન્દ્ર સરકાર કર્મચારી પસંદગી મંડળ (SSC GD) પરીક્ષા દ્વારા જ અનેક પાકિસ્તાની નાગરિકોને ભારતીય સેનાના અલગ અલગ પદ પર નોકરીઓ મળી રહી છે.
આક્ષેપ છે કે, તેમાંથી એક બૈરકપુરમાં કાર્યરત છે. આ નિયુક્તિ પાછળ એક મોટી ગેંગ કામ કરી રહી છે. અનેક રાજનીતિક નેતાઓ, પ્રભાવશાળી લોકો, એટલે સુધી કે પોલીસ અને સ્થાનિક નગરપાલિકાઓ પણ તેમાં જોડાયેલી છે.
એસએસસી જીડી પરીક્ષામાં હાજર થવા માટે નિવાસ પ્રમાણ, રાષ્ટ્રીયતા પ્રમાણપત્ર, ચરિત્ર પ્રમાણપત્ર જેવા અનેક દસ્તાવેજોની જરૂરિયાત હોય છે. આરોપ છે કે, નકલી દસ્તાવેજ બનાવીને બહારના લોકોને પરીક્ષામાં બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
આક્ષેપ છે કે, પોલીસ સહિત પ્રશાસનના અનેક અધિકારી નકલી નિવાસી પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર બનાવવામાં મદદ કરે છે. આરોપ છે કે, આ ભ્રષ્ટાચાર પોલીસ સ્ટેશન અને નગરપાલિકા દ્વારા થઇ રહ્યું છે.
કલકત્તા હાઇકોર્ટમાં મંગળવારે જસ્ટિસ ચંદ્રશેખર મંથાની બેંચ સમક્ષ કેસની સુનાવણી તઇ. ન્યાયાધીશે કહ્યું કે, આ દેશની સુરક્ષાને ધ્યાને રાખીને જે આક્ષેપ છે તે ખુબ જ ગંભીર છે. તેમણે સીબીઆઇને આ મામલે પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ જીઓસી પૂર્વ કમાન અને ન્ય પોલીસને પણ આ મામલે પાર્ટી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે આ મામલે કેન્દ્ર સરકાર અને સીબીઆઇને સમાવિષ્ટ થવા માટેનો આદેશ આપ્યો. ભારતીય સેનાના પૂર્વ કમાનનના જનરલ ઓફિસર કમાન્ડિંગ જીઓસીને પણ જોડવામાં આવશે. ન્યાયાધીશે તેમ પણ જણાવ્યું કે, હાલ સીઆઇડી આ મામલે જોડાયેલા આરોપોને જોશે. સીઆઇડીએ પ્રાથમિક રિપોર્ટ માંગ્યો છે.
ADVERTISEMENT